સુરત: રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો આરંભ થતા શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી ઊઠી છે. વિદ્યાર્થીઓને આવકારવા માટે (Corona vaccination of children in Surat)શાળા સંચાલક હાવળા બન્યા હતા. નવા શૈક્ષણિક સત્રનો કોલેજ અને યુનિવર્સિટીમાં બુધવારથી પ્રારંભ થવાનો છે. જોકે કોરોના સંક્રમણના પહેલા બીજા ત્રીજા( Corona vaccine)અને હવે ચોથા તબક્કાના અણસાર દેખાઇ રહ્યા છે, ત્યારે સંક્રમણનો ભય વાલીઓમાં છે.
વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન રહેવા માટે અપીલ - બીજી બાજુ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. જે વિદ્યાર્થીઓના કોરોના વેક્સિનના બીજા ડોઝ બાકી છે તેમને લગાવવા માટે તંત્રે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.આ અંગે તંત્ર દ્વારા જણાવવામાં (Second dose of Corona vaccine)આવ્યું છે કે બાળકોને જો શરદી, ઉધરસ હોય તો શાળાએ મોકલવામાં આવે નહીં. આરોગ્ય વિભાગના અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે હાલમાં 40,000 વધુ બાળકો સેકન્ડ ડોઝ આપવાનો બાકી છે.
આ પણ વાંચોઃ Vaccination For Children In Gujarat: આજથી 15થી 18 વર્ષના બાળકોનું રજિસ્ટ્રેશન શરુ, 3 જાન્યુઆરીથી લઇ શકશે રસી
સ્કૂલોમાં ઝુંબેશ ચલાવવામાં આવશે - મંગળવારથી આવતી કાલથી સુરતની તમામ સ્કૂલોમાં ઝુંબેશ ચલાવવામાં (Corona vaccination in children)આવશે. આ સાથોસાથ જે પણ વિદ્યાર્થીને તાવ શરદી અથવા તો ખાંસી હશે તેવા વિદ્યાર્થીઓને હોમ કોરોન્ટાઇન રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હશે તો તેના કોન્ટેક્ટમાં આવેલા તમામ લોકોના ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.