ETV Bharat / state

બારડોલીઃ કૂવાડિયામાં રેતીની ટ્રક રોકી 50 હજાર માગનાર ગ્રામજનો સામે પોલીસ ફરિયાદ - surat news

બારડોલી તાલુકાના છેવાડાના કુવાડિયા ગામની સીમમાંથી પસાર થતી રેતીની ટ્રકોને પસાર થવા મુદ્દે ગામના ચાર શખ્સોએ ટ્રક રોકી હતી. ગામમાંથી ટ્રક પસાર થવા રૂપિયા 50 હજારની માગ કરી હતી. જો રકમ નહિ આપે તો ટ્રકોને નુકસાન પહોંચાડવાનું અને એટ્રોસિટીની ફરિયાદની ધમકી આપી હતી. આ અંગે લિઝ ધારકે ટ્રક રોકનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધીવી હતી.

બારડોલીઃ કૂવાડિયામાં રેતીની ટ્રક રોકી 50 હજાર માગનાર ગ્રામજનો સામે પોલીસ ફરિયાદ

author img

By

Published : Dec 15, 2020, 10:21 AM IST

  • ટ્રક નદીના પટમાંથી સીધી કુવાડિયા ગામમાંથી જતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો
  • લિઝ ધારકે ગામના 4 શખ્સો સામે કરી પોલીસ ફરિયાદ
  • ટ્રક ગામમાંથી ચલાવવા ગ્રામજનોની 50 હજારની માગ

સુરતઃ નવસારી જિલ્લાના કુરેલ ગામની સીમમાંથી પસાર થતી પુર્ણા નદીના પટમાં ચાલતી લીઝમાંથી રેતી ભરીને ટ્રકો બારડોલી તાલુકાનાં કૂવાડિયા ગામમાંથી પસાર થતી હોવાથી ગ્રામજનોએ રૂપિયા 50 હજારની માગણી કરતાં લીઝ ધારકે બારડોલી પોલીસ મથકમાં 4 ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ધર્મીષ્ઠા પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઇ જીતેન્દ્રભાઈ વિરડીયા, નવસારી જિલ્લાના કુરેલ ગામની સીમમાંથી પસાર થતી નદીના પટમાં આવેલા બ્લોક નંબર 98, 99, 100 અને 136માં કરશનભાઈ ગેમલભાઈ ઓડના નામે લીઝ ધરાવે છે અને લીઝનું કુલ વિસ્તાર 0.48 હેક્ટર છે. જે સાદી રેતીની લીઝ છે. આ લીઝનું કુલમુખ્યાતયાર નામું કરશનભાઈએ અલ્પેશભાઈને આપેલ હોતુ. લીઝ હાલ અલ્પેશભાઇ ચલાવી રહ્યા છે.

ગામના ચાર શખ્સોએ રેતી લેવા જતી ટ્રક રોકી

સોમવારના રોજ નવસારીથી લીઝ પર રેલી ભરવા માટે આવેલી ટ્રક કુરેલ ગામની સામે પાર આવેલા બારડોલી તાલુકાનાં કૂવાડિયા ગામની સીમમાંથી પસાર થતી હતી. તે સમયે કૂવાડિયા ગામના રમેશ બાલુ રાઠોડ, ગિરીશ અંબુ હળપતિ, રતિલાલ અને અશોકભાઈએ ટ્રકને રોકી અમે પુર્ણા નદીમાં રેતી ભરવા માટે ટ્રકો જવા દઇશું નહીં. એમ કહી ટ્રક રોડની બાજુમાં મુકાવી દીધી હતી. આથી લીઝધારક અલ્પેશભાઈ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ટ્રક રોકનારા ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, અમારો રૂપિયાનો વ્યવહાર થયેલો નથી અને આ ટ્રકો પુર્ણા નદીના પટમાં જવા દેવી હોય તો તમારે અમોને 50 હજાર રૂપિયા આપવા પડશે. તો જ તમારી ટ્રકો અહીથી જવા દઇશું. અને જો જવા દેશો તો ટ્રકને નુકસાન પહોંચાડીશું તેમજ એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

લિઝ ધારકે નોંધાવી ફરિયાદ

અગાઉ પણ આ રીતે ગ્રામજનોએ ધમકી આપી હતી. અલ્પેશભાઈએ સોમવારના રોજ બારડોલી પોલીસ મથક ખાતે કૂવાડિયાના રમેશ બાલુ રાઠોડ, ગિરીશ અંબુ હળપતિ, રતિલાલ અને અશોકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.