ETV Bharat / state

Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો - સુરતમાં નકલી ચલણી નોટો

સુરત જિલ્લાના કડોદરામાં ઘરની અંદર જ ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરનાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે સંયુક્ત રીતે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નકલી ચલણી નોટ અને તે છાપવાનો સામાન કબ્જે કરી આગળની કાર્યાવહી હાથ ધરી છે.

Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો

author img

By

Published : Feb 19, 2023, 9:41 PM IST

Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો

સુરત : સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે કડોદરાની શ્રીનિવાસ ગ્રીનસીટી સોસાયટીમાંથી બનાવટી ભારતીય ચલણી નોટ છાપવામાં રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે એક આરોપીની અટક કરી તેની પાસેથી રૂપિયા 4.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બાતમી મળતા કરી કાર્યવાહી : સુરત જિલ્લા એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડોદરાની શ્રીનિવાસ ગ્રીનસીટી સોસાયટીના મકાન નંબર 66માં પ્રવીણ રાજારામ માળી નામનો શખ્સ બનાવટી ભારતીય ચલણી નોટ બનાવી બજારમાં ખરા તરીકે ફરતી કરે છે અને હાલમાં તે ઘરની અંદર તે નોટ છાપી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે છાપો મારતા પ્રવીણ રાજારામ માળી (ઉ.વર્ષ 30, મૂળ રહે બેટાવડ, માળીવાડ, સિંધખેડા, જી. ધુલિયા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. જે ઘરમાં અલગ અલગ દરની બનાવટી ભારતીય ચલણી નોટો બનાવી તેનું કટિંગ કરી રહ્યો હતો.

સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો

સ્થળ પરથી 4.62 લાખ રૂપિયાની નકલી નોટ મળી : આરોપીને સાથે રાખી રૂમમાં શોધખોળ હાથ ધરતા 500/-, 200/-, તથા 100/-ના દરની બનાવટી નોટનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી સ્ક્રીન પ્રિન્ટિંગ ફ્રેમ, કલર પ્રિન્ટર, અલગ અલગ પ્રકારના કેમિકલ, સિક્યુરિટી કોટન થ્રેડ, મહાત્મા ગાંધીની છબી, તથા રકમના સ્ટીકર મળી આવ્યા હતા. પોલીસે 1309 નંગ બનાવટી નોટ 4 લાખ 62 હજાર 300 તેમજ અન્ય સાધન સામગ્રી મળી 4 લાખ 81 હજાર 320 રૂપિયાનો સામાન કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : Fake Police : પૈસા પડાવનાર નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી

નબળી આર્થિક સ્થિતિને કારણે યુટ્યુબ પરથી નોટ છાપવાનું શીખ્યો : ઝડપાયેલા મુખ્ય આરોપી પ્રવીણની આર્થિક સ્થિતિ ખરાબ હોય સોશિયલ મીડિયા યુટ્યુબના માધ્યમથી ચલણી નોટો બનાવવા માટેની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેણે સ્ક્રીન પ્રિન્ટિંગ ફ્રેમ બનાવી અસલી નોટોને સ્કેન કરી હતી. અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી નોટો બનાવી તેનું પ્રિંટીંગ કર્યા બાદ બજારમાં છૂટક નાના વેપારીઓને ખરા તરીકે આપી દેતો હતો. તે છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરી આર્થિક ફાયદો મેળવતો આવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad Crime News : ગાંધીનગરના યુવકને હનીટ્રેપમાં ફસાવી લૂંટી લેનાર બંટી બબલી ઝડપાયા

વધુ તપાસ કડોદરા જી.આઈ.ડી.સી.પોલીસ કરી રહી છે : આ અંગે સુરત જિલ્લા એલ.સી.બી. પી.આઈ. બી.ડી.શાહે જણાવ્યું હતું કે, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે સંયુક્ત રીતે કાર્યાવહી કરી ઇસમને ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે કડોદરા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ અત્યાર સુધી કેટલી નોટો છાપી અને કેટલી બજારમાં ફરતી કરી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.