ETV Bharat / state

Organ Donation in Surat: સુરતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા વ્યક્તિના અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું - સુરતના પાલનપુર જકાતનાકા

સુરતના પાલનપુર જકાતનાકામાં રહેતા શીતલ ધનસુખ ગાંધીને મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું. હોસ્પિટલમાં ડૉક્ટરે બ્રેઈનડેડ(Organ Donation in Surat) જાહોર કર્યા હતા. પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી દીકરીએ પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો.

Organ Donation in Surat: સુરતમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા વ્યક્તિના અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

author img

By

Published : Apr 18, 2022, 6:50 PM IST

Updated : Apr 18, 2022, 6:56 PM IST

સુરત શહેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ પૂજન રો-હાઉસમાં રહેતા 49 વર્ષીય શીતલ ધનસુખ ગાંધીને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર 14 એપ્રિલના રોજ રાત્રે 9:00 કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી (Organ Donation in Surat) નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગયેલ અને ફૂલેલ ભાગ ફાટી ગયેલ હોવાનું નિદાન થયું હતું. જેના માટે કોઈલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

ડોક્ટરોએ શીતલને બ્રેનડેડ જાહેર કર્યા - શનિવાર 16 એપ્રિલના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના(Organ donation in Gujarat) ડોક્ટરોએ શીતલને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપકનાપ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલના પિતરાઈ ભાઈ બંસી ગાંધી સાથે રહી શીતલના પત્ની કામીનીબહેન, પુત્રી વૈદેહી, બનેવી કિરણ, રમીલાબહેન તેમજ પ્રવીણ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશ તેમજ( Organ donation of brain dead person)પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

આ પણ વાંચોઃ Organ Donation in Ahmedabad Civil Hospital : બ્રેઇનડેડ જયેશભાઇના ધબકતા હ્રદય સહિતના અંગોએ અન્યોને જીવન આપવા સ્થાન બદલ્યું

અંગદાન કરવાનો નિર્ણય કર્યો - આ બાબતે શીતલના પત્ની કામીનીબહેને જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે. અમને એવું લાગશે કે મારા પતિ આ દુનિયામાં જીવિત જ છે. તેમના પિતરાઈ ભાઈ બંસી ગાંધીએ પણ મને અંગદાન માટે જણાવ્યું હતું. આમ હૃદયને કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલના પત્ની કામીનીબહેને અંગદાન માટે સંમતી આપી હતી.

પરીક્ષા આપ્યા પછી વૈદેહીએ પિતાને અગ્નિદાહ આપ્યો - તેમની પુત્રી વૈદેહી કોલેજમાં S.Y.B.COMમાં અભ્યાસ કરે છે. સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. સલામ છે વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબહેન, શીતલની પત્ની કામીનીબહેન અને પુત્રી વૈદેહીને તેમના નિર્ણયને.

આ પણ વાંચોઃ Organ Donation in Surat : સુરતમાં બ્રેઈનડેડ મહિલાના પરિવારે પાંચ લોકોને નવજીવન આપી માનવતાની ફેલાવી મહેક

NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા - SOTTO દ્વારા હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પીટલને, એક કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને, બીજી કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 36 વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી 37 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 39 વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો - અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લેવા માટે સુરત આવ્યા હતા. તેઓ દ્વારા ICUમાં શીતલનો 2D ઇકો કરવામાં આવ્યો હતો અને તે નોર્મલ જણાયો હતો. પરંતુ ઓપરેશન થિયેટરમાં સ્ટર્નોટોમી કરીને હૃદયની તપાસ કરતાં ધમનીઓમાં બ્લોકેજ હોવાને કારણે હૃદય સીમ્સ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું ના હતું. ફેફસાના દાન લેવા માટે હૈદરાબાદની કીમ્સ હોસ્પીટલના ડોક્ટરોની ટીમ સુરત આવી હતી બ્રોન્કોસ્કોપી કરી ફેફસાની તપાસ કરતા ફેફસાં સારા હોવાનું જણાયું હતું. પરંતુ લોજીસ્ટીક પ્રોબલમને કારણે ફેફસાનું દાન થઇ શક્યું ન હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ડોનેટ લાઈફ દ્વારા કુલ 1006 અંગો દાન કરાયાસુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1006 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 422 કિડની, 180 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 326 ચક્ષુઓના દાનથી કુલ 919 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Last Updated : Apr 18, 2022, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.