સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખિંગા ગામ એ આંબાવળી આવેલ છે. જ્યાં ગત રોજ બે ઈસમોને ચોકીદારી માટે રાખવામાં આવ્યા હતા. મધ રાત્રે બાઈક પર આવેલા બે ઈસમો એ એક ઈસમને જમવાના બહાને લઇ ગયા હતા, અને બાદમાં એ ઈસમને ત્યાં મૂકી બંને બાઈક સવાર ત્યાંથી ફરાર થઇ ગયા હતા . જે બાદ આ અજાણ્યા શખ્યોએ આંબાવાડીમાંથી કેરીની લૂંટ કરી ફરારા થઇ ગયા હતા.
જ્યારે વાડીનો માલીક વાડીમાં પહોંચ્યા ત્યારે સમગેર ઘટના સામે આવી હતી. આંબા પર થી ૨૪૦ કેરેટ જેટલી કેરી લઇ શખ્સો ફરાર થયા હતા.જ્યારે માલીકે ચોકીદારની તપાસ કરી તો તે ઘટનાસ્થળે હાજર ન હતો.જેથી આસપાસના ખેતરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોકીદારનો મૃતદેહ શેરડીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ સમગેર ઘટનાની જાણ તાત્કાલિક પલસાણા પોલીસને કરવામાં આવી હતી. હત્યા બાબાતની જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી હતી.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસ એ મૃતદેહ જોતા મૃતક સુરેન્દ્રને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી. બે લાખ થી વધુ કેરીની લૂંટ કરી હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે લૂંટનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.