ETV Bharat / state

ચીનમાં ફેલાયેલી ભેદી બીમારીને લઇ સાવધ બનતું તંત્ર, સુરત નવી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ વગેરેનું મોકડ્રીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 9:30 PM IST

ચીનમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે ઑક્સીજન પ્લાન્ટ સહિતની સુવિધાઓનું મોકડ્રીલ કરી ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ચીનમાં ફેલાયેલી ભેદી બીમારીને લઇ સાવધ બનતું તંત્ર, સુરત નવી સિવિલ ઑક્સીજન પ્લાન્ટ વગેરેનું મોક ડ્રીલ

ખાસ ચકાસણી કરાઇ

સુરત : ચીનમાં કોરોના બાદ ફરી એક વખત રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે. આ બીમારીએ વિશ્વના દેશોની ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં શરૂ થયેલી આ બીમારીને લઈને ભારતમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ રહસ્યમય બીમારીને લઈ ઑક્સીજન પ્લાન્ટ, ફાયર સેફ્ટી, બેડ તેમજ દવા અંગેની ખાસ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ચીનમાં ફેલાયેલી બીમારીને લઈને સરકારે આદેશ જાહેર કર્યા છે. જે મુજબ નવી સિવિલ હોસ્પિટલના ઑક્સીજન પ્લાન્ટ, ફાયર સેફ્ટી, વેન્ટિલેટરને લઈને મોકડ્રિલ કરવામાં આવી છે. તમામ સારી રીતે કાર્યરત છે. દવાઓ પણ પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી...ડૉ. ગણેશ ગોવેકર ( સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ )

દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ અલગ અલગ ત્રણ ઑક્સીજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે યોગ્ય રીતે કાર્યરત હોવાનું આરોગ્ય અધિકારી જણાવ્યું હતું. આ ઉપરાંત દવાનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય લોકોને પેનિક ન થવા સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાની ગાઈડ લાઇન મુજબ જ સરકારે ગાઈડલાઇન બહાર પડી છે જેને અનુસરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. માત્ર નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

દુનિયાના દેશોની ચિંતા વધી : ચીનમાં ફેલાયેલી આ નવી રહસ્યમય બીમારીએ ભારતની સાથે સાથે દુનિયાના દેશોની ફરી એક વખત ચિંતા વધારી દીધી છે. બીમારી શું છે, તેના લક્ષણો અને ઇલાજ અંગે હજી સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જો કે તેમ છતાં ભારત સરકાર દ્વારા બીમારીને પહોંચી વળવા માટે તમામ માર્ગદર્શિકા બહાર પાડી લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

  1. ચીનમાં ફેલાતી રહસ્યમય બીમારી અંગે આરોગ્યપ્રધાને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
  2. સુરતમાં શ્વાન કરડતાં બાળકીની આંખ બહાર આવી ગઇ, આઈ ગ્લોબ ડેમેજની મુશ્કેલ સર્જરી થઇ પણ દ્રષ્ટિને લઇ પ્રશ્નાર્થચિહ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.