સુરત: મહારુદ્ર યજ્ઞનું મહાઆયોજન સુરતની ધરતી પર થવા જઈ રહ્યું છે. આ મહારુદ્ર યજ્ઞ તારીખ 14 થી તારીખ 18 ફેબ્રુઆરી શનિવાર મહાશિવરાત્રી સુધી ચાલશે. વિશ્વશાંતિ ખાતર ઓઢેશ્વર મહાદેવ મંદિરમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સનાતન ધર્મના સંવર્ધન માટે અને વિક્ષેપિત માનસિકતા ધરાવતા લોકોની બુદ્ધિ શુદ્ધિકરણ માટે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેના મૂળમાં કલ્યાણની ભાવનાઓ ઉપરાંત પર્યાવરણનું રક્ષણ અને સનાતન ધર્મની મજબૂતી રહેલી છે.
સુરતમાં મહારુદ્ર યજ્ઞ: આ યજ્ઞય કરવા પાછળનું કારણ એ છેકે, વિશ્વશાંતિ બની રહે અને ક્યારેય કોઈ પ્રકારના હુલ્લડ ન થાય. ઓઢેશ્વર મહાદેવ મંદિરમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સનાતન ધર્મના સંવર્ધન માટે અને વિક્ષેપિત માનસિકતા ધરાવતા લોકોની વિચારધારાના શુદ્ધિકરણ માટે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેના મૂળમાં વિશ્વ કલ્યાણની ભાવનાઓ ઉપરાંત પર્યાવરણનું રક્ષણ અને સનાતન ધર્મની મજબૂતી રહેલી છે. આ યજ્ઞમાં દર વર્ષે દેશ-વિદેશથી લોકો આવે છે.
બ્રિટનથી સિમોન ઓવેન્સ: આ વખતે મહાયજ્ઞમાં બ્રિટનથી સિમોન ઓવેન્સ આવી રહ્યા છે. જેઓ બ્રિટિનમાં આવેલ મેટ્રોપોલિટન શહેરમાં પોલીસ અધિક્ષક છે.જેઓ ત્યાંના સેનાના ભૂતપૂર્વ ડેપ્યુટી લેફ્ટનન્ટ પણ રહી ચુક્યા છે. આ યજ્ઞનું આયોજન શહેરના ભેસાણ ખાતે આવેલ ઓઢેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવશે. વિશ્વ બંધુત્વની સ્થાપના કરવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
રુદ્રાક્ષ આપવામાં આવશે: આ યજ્ઞ કરવા પાછળનું મુખ્ય ઉદ્દેશ એ છેકે, સુરતના તમામ નાગરિકોને આ યજ્ઞના પ્રસાદીના રૂપે રુપિયા 11 લાખ આહુતિથી પવિત્ર થયેલું પંચમુખી રુદ્રાક્ષ નિશુલ્ક આપવામાં આવશે. જેને ધારણ કરવાથી તેમની તમામ સમસ્યાઓ દૂર થશે. પરિવારમાં શાંતિ બની રહે, પરિવારમાં ખુશી નો માહોલ રહે, તેમના છોકરાઓ તેજસ્વી બને, તેમનો પરિવાર બિનરોગી બની રહે, તે ઉપરાંત યોગ્ય કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે. ભૂમિમાં પણ ક્યારે અનાજ ઉત્પન્ન થાય જ્યારે તે પહેલા ભૂમિ ઉપર યજ્ઞ કરવામાં આવે છે. ત્યારે યજ્ઞ કરવા માટે એક આખો વેદ લખવામાં આવ્યો છે.
આ મહારુદ્ર યજ્ઞનું મહત્વ છેકે, પ્રોપકારો ના ભાવનાઓ સાથે કરવામાં આવેલી યજ્ઞ જ પુરુષાર્થ છે.આજે આપણે સૌ આપણા બધા જ કાર્યોને યજ્ઞનો રૂપ કઈ રીતે આપીયે. આપણા સમાજને સમાજ, સંસ્કૃતિ સભ્યતાને એક સુંદર રૂપ આપી શકીએ છીએ. થતા ભાઈચારો મજબૂત બનાવી શકે સનાતન સંસ્કૃતિ સાથે મળીને વિશ્વમાં વિશ્વ બંધુત્વની સ્થાપના કરવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે --શિવ ઓમ મિશ્રા