ETV Bharat / state

હિરા ઉદ્યોગમાં મંદીઃ અમરેલીના રત્નકલાકારોને ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ

અમરેલીઃ સુરત બાદ હિરા ઉદ્યોગનું હબ ગણાતું અમરેલી વર્તમાન સમયમાં મંદીના મારને કારણે ભાંગી ગયું છે. 800 કરોડનું ટર્નઓવર ધરાવતા હીરા ઉદ્યોગના 500 જેટલા નાના કારખાનાઓ બંધ થઈ ગયા છે. ત્યારે રત્ન કલાકારો અને કારખાનાના માલિકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે.

હિરા ઉદ્યોગમાં મંદી
author img

By

Published : Jun 10, 2019, 9:03 PM IST

ખેતી બાદ અમરેલી જિલ્લામાં લોકો હીરા ઉદ્યોગ પર વધુ પડતા નિર્ભર છે, પરંતુ છેલા 5-7 વર્ષથી હીરામાં ભારે મંદી આવી જતાં નાના હીરાના કારખાનાઓ ભાંગી પડ્યા છે. જે રત્નકલાકારો રોજના 500 રૂપિયા રળતાં તે હવે સાડીમાં ટીકા ટાંકવાનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. હીરાના કામ સાથે આર્થિક મંદીના મોજાએ સાડીને ટીકા મારતા કરી દેનાર કારીગરો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. ત્યારે મંદીના કારણે બે બે ધંધા કરીને પરિવારનું ગુજરાન ચલાવનારા કારીગરે ગળગળા સ્વરે પોતાની આપવીતી જણાવી હતી.

હિરા ઉદ્યોગમાં મંદીઃ અમરેલીના રત્નકલાકારોને ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ

હીરો તૈયાર થઈને મોટાભાગે વિદેશોમાં એક્સપૉર્ટ થાય છે, પણ વૈશ્વિક મંદીના મોજાથી હીરાનો વેપાર ધંધો ઠપ્પ થઈ ગયો છે. 1 હજારથી વધારે કારખાનાઓમાંથી 500 કારખાનાઓ બંધ થઈ ગયા છે. તો આશરે10 થી 20 હજાર હીરાના કારીગરો બેકારીના ખપ્પરમાં ધકેલાયા છે. ત્યારે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિત ઠુંમર જણાવ્યું હતું કે, હીરાનો ઉધોગ ભાંગી ગયો છે તો રાજ્ય સરકારે આ કારીગરો માટે કંઈક ખાસ પેકેજની જાહેરાત કરવી જોઈએ.

DT.10/06/19
HIRA MA MANDI  
DHAVAL AJUGIYA
AMRELI

 એન્કર....
સુરત બાદ હીરા ઉધોગનું હબ ગણાતું અમરેલી હાલ હીરાની મંદીને કારણે ભાંગી ગયું છે 800 કરોડનું ટર્નઓવર ધરાવતો હીરા ઉધોગ હાલ મંદીને કારણે 500 જેટલા નાના કારખાનાઓ બંધ થઈ ગયા છે તો કારખાના માલિકો ને હીરાના કારીગરો બેકારી ભોગવી રહ્યા છે 

વીઓ-1 ખેતી બાદ અમરેલી જિલ્લો હીરા ઉધોગ પર વધુ પડતો નિર્ભર છે પણ હાલ છેલા પાંચ સાત વર્ષથી હીરામાં ભારે મંદીનો અજગર ભરડો નાના હીરાના કારખાનાઓને ભરખી ગયો છે જે હીરા ઘસતા કારીગરો રોજના 500 રૂપિયા રળતાં તે હવે સાડી માં ટીકા ટાકવાનું કામ કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે હીરાના કામ સાથે આર્થિક મંદીના મોજાએ સાડીને ટીકા મારતા કરી દેનાર કારીગર ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે ત્યારે મંદીના કારણે બે બે ધંધા કરીને પરિવાર ચલાવતા કારીગરે ગળગળા સ્વરે આપવીતી જણાવતા કહ્યું હતું કે

બાઈટ-1 મુકેસ પાનસુરીયા (રત્ન કલાકાર-સાવરકુંડલા)

વીઓ-3 હીરો તૈયાર થઈને મોટાભાગે  વિદેશમાં એક્સપર્ટ થાય છે પણ વૈશ્વિક મંદીના મોજાથી હીરાનો વેપાર ધંધો ઠપ્પ થઈ ગયો છે 1 હજાર ઉપરાંતના કારખાનાઓ માંથી 500 કારખાનાઓ બંધ થઈ ગયા છે તો આશરે10 થી 20 હજાર હીરાના કારીગર મજૂરો માંથી કારખાના બંધ થતાં બેકારીના ખપ્પરમાં ધકેલાયા છે ત્યારે અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ  લલિત ઠુમર જણાવ્યું હતું મેં હીરાનો ઉધોગ ભાંગી ગયો હોવાનું જણાવ્યું હતું

બાઈટ-3 લલિત ઠુમર (પ્રમુખ-જિલ્લા ડાયમંડ એસોશિએશન-અમરેલી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.