આ અંગે હર્ષા શ્રોફે જણાવ્યુ હતું કે, આ ચોકલેટનું વજન 40 કિલોગ્રામ છે અને તે 4 ફૂટની છે. આઈડલ બનાવતા કુલ 8 થી 10 દિવસ લાગે છે. એમાં 6 થી 7 દિવસ આ કપલ બનાવતા થયા છે. ત્યારબાદ 1-1 દિવસ તેની ઉપર રંગોળી સ્ટાઈલમાં એડીબલ ફૂડ કલરનું ફિલિંગ કરતા થાય છે. ખાસ વાતએ છે કે, આ ચોકલેટ આઈડલ નવરાત્રીના 8 થી 9 દિવસ એમ જ રહી શકે છે. આ રાસ-દાંડીયા કપલ ચોકલેટ આઈડલમાં ચોકલેટ, ડ્રાયફૂટ, કેરેમલ અને પ્રેલાઈન જેવા એસોટેડ લેયર બનાવામાં આવ્યા છે.
આ ચોકલેટ આઈડલમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી આ ચોકેલટ આઈડલમાં ફ્લેવર આપવા એડીબલ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.