પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલ કેટલીક ડાઈનગ મિલોનો ઘોર બેદરકારી આવી સામે આવી હતી. જેમાં મિલોમાંથી નીકળતો વેસ્ટ કચરો ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવતો હતો. તેમજ વેસ્ટઝ કચરાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. લોકોએ ફાયક ફાઈટરને બોલાવતા 10 થી વધુ ફાયર મથકની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે. પહોંચી ગયો હતો તેમજ આગને કાબુમાં લીધી હતી.
આ ઉપરાંત ફાયર ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ અંગે ઉપલા અધિકારીઓને જાણ કરી દીધી છે તેમજ સોમવારના રોજ ભંગારના માલિકને નોટિસ પાઠવવામાં આવશે. તેમજ આગને કારણે કોઈ જાનહાનિની ઘટના થઈ નહોંતી.