ETV Bharat / state

Surat Moradia Suicide Case: સરથાણાના મોરડીયા પરિવારના અંતિમ બે સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારનો અંત

થોડા સમય પહેલા સરથાણાના મોરડીયા પરિવારના માતા-પિતા અને બે ભાઈ બહેને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારના આટલા સભ્યોના અકાળ મૃત્યુ બાદ બન્ને ભાઈ-બહેન ગુમસુમ રહેતા હતા. અંતે આ ભાઈ-બહેને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. વાંચો સામુહિક આત્મહત્યાના બે તબક્કા

અંતે મોરડીયા પરિવારનો કરૂણ અંત
અંતે મોરડીયા પરિવારનો કરૂણ અંત
author img

By

Published : Aug 19, 2023, 5:57 PM IST

સુરતઃ માતા-પિતા અને બે બહેનોના આપઘાત બાદ બન્ને ભાઈ બહેનને પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવારનો અંત આવી ગયો છે. ગુમસુમ રહેતા ભાઈ બહેને પણ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધેલી હાલતમાં બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બન્નેએ અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. પરિવારમાં ચાર સભ્યોએ 8 જૂનના રોજ સામુહિક આપઘાત કર્યો હતો.

સામુહિક આત્મહત્યાના બે તબક્કાઃ ગત 6 જૂન 2023ના રોજ સરથાણા વિસ્તારના યોગીચોક પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય વીનુ ખોડાભાઈ મોરડીયા રત્ન કલાકાર હતા. તેઓ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચાલવતા હતા.અગમ્ય કારણોસર વીનુભાઈ, તેમની પત્ની, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા.ત્યાં સૌ પ્રથમ વખત માતા અને પુત્રનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.થોડા સમય બાદ પુત્રી અને પિતાએ પણ જીવ મૂકી દીધો હતો. હવે પરિવારના 6 સભ્યો માંથી 2 સભ્યો બચ્યા હતા. બાકી બચેલા બંને સભ્યો પણ માતા-પિતાના ગમમાં ગુમસુમ રહેતા હતા. અંતે કંટાળીને આ સભ્યોએ પણ પરિવારના મૃતક સભ્યોના પગલે પરાયણ કર્યું. ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું.

6 જૂન 2023ના રોજ વિનુભાઇએ આત્મહત્યા કરતા પહેલા પોતાના મોટાભાઇને ફોન કરીને ઘરનો સૌથી મોટો પુત્ર પાર્થ તેમજ પુત્રી રૂચિતાનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું. સામુહિક આત્મહત્યાનું પ્રાથમિક કારણ ઘરકંકાસનું સામે આવ્યું છે.હાલ તો આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે...વી.આર. પટેલ(પીઆઈ, સરથાણા પોલીસ સ્ટેશન)

સામુહિક આત્મહત્યાનું મુખ્ય કારણ ઘરકંકાસઃ વિનુભાઈ મોરડીયાનો મોટો પુત્રએ અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ કોઈ કામકાજ કરતો નહતો અને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. તેથી ઘરમાં વારંવાર કંકાસ થતો હતો.કંકાસની પરાકાષ્ટાએ પહેલા માતા-પિતા,નાના પુત્ર અને નાની પુત્રીએ આપઘાત કર્યો. ત્યારબાદ આ કરૂણ આઘાત ન જીરવાતા મોટા ભાઈ અને મોટી બહેને પણ આપઘાત કર્યો. આમ 6 સભ્યો ધરાવતા મોરડીયા પરિવારનો કરૂણ અંત આવ્યો છે.

  1. Surat In Young Man Suicide : સુરતના કામરેજમાં 22 વર્ષીય યુવકે રૂમમાં કર્યો આપઘાત, કારણ અકબંધ
  2. Surat Married Girl Suicide : 22 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી, મૃતકના પરિવારના સાસરીયા પર ગંભીર આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.