સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ખોલવડ ગામમાં ખાડી બ્રિજનું વરસાદી પાણીમાં ધોવાણ થયું છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા ગામવાસીઓએ જાતે જે તે સમયે ખાડી બ્રિજ તૈયાર કર્યો હતો. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ ખાડી બ્રિજનું ધોવાણ થયું હતું. જેના કારણે ગત રોજ અહીંથી પસાર થતો બાઇક સવાર યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી ન હતી. ઘટના બાદ લોકોમાં તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જ્યાં લોકોનું ટોળું રજૂઆત માટે સરથાણા સ્થિત ધારાસભ્યની ઓફિસે પહોચ્યું હતું અને ઓફિસનો ઘેરાવ કરી ઘટના અંગે વિરોધ કર્યો હતો.
કામરેજમાં ખાડી બ્રિજનું ધોવાણ થતા, લોકોએ ધારાસભ્ય વી.ડી ઝાલાને રજૂઆત કરી
સુરત: લસકાણા ખાતે ભારે વરસાદના કારણે ખાડી બ્રિજનું ધોવાણ થતા ત્યાંથી પસાર થતી વખતે બાઈક સવાર યુવક ખાડીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું મોટું ટોળું કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી. ઝાલા વાડિયાની ઓફિસે પહોંચી અને ઘેરાવ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય વાડીયાએ કહ્યું કે, ડાયવર્ઝન બોર્ડ લગાવ્યા છતાં અહીંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા. ચોમાસામાં વારંવાર વરસાદના કારણે ખાડીના બ્રિજનું કામ કોન્ટ્રાકટર દ્વારા અટકાવી દેવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ખોલવડ ગામમાં ખાડી બ્રિજનું વરસાદી પાણીમાં ધોવાણ થયું છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા ગામવાસીઓએ જાતે જે તે સમયે ખાડી બ્રિજ તૈયાર કર્યો હતો. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ ખાડી બ્રિજનું ધોવાણ થયું હતું. જેના કારણે ગત રોજ અહીંથી પસાર થતો બાઇક સવાર યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા કલાકો સુધી શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી ન હતી. ઘટના બાદ લોકોમાં તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જ્યાં લોકોનું ટોળું રજૂઆત માટે સરથાણા સ્થિત ધારાસભ્યની ઓફિસે પહોચ્યું હતું અને ઓફિસનો ઘેરાવ કરી ઘટના અંગે વિરોધ કર્યો હતો.
Body:સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ખોલવડ ગામ માં ખાડી બ્રિજનું ભારે વરસાદી પાણીમાં ધોવાણ થયું છે ...તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા ગામવાસીઓએ જાતે જે તે સમયે ખાડી બ્રિજ તૈયાર કરી શરૂ કરી દીધો હતો...દરમ્યાન છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ ખાડી બ્રિજનું ધોવાણ થયું હતું..જેના કારણે ગત રોજ અહીંથી પસાર થતો બાઇક સવાર યુવાન પાણીમાં પડતા ગરકાવ થઈ ગયો હતો.જ્યાં ફાયર દ્વારા કલાકો સુધી શોધખોળ કરવા છતાં તેની ભાળ ન મળી હતી.ઘટના બાદ લોકોમાં તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.જ્યાં સમી સાંજે લોકોનું મોટું ટોળું રજુવાત માટે સરથાણા સ્થિત ધારાસભ્ય ની ઓફિસે પોહચ્યું હતું અને ઓફિસનો ઘેરાવ કરી ઘટના અંગે વિરોધ કર્યો હતો.
રજુવાત માટે પોહચેલા મોટા લોકટોળામાંથી પાંચ જેટલા સભ્યોએ ધારાસભ્યને મળી આ અંગેની રજુવાત કરી હતી.ઘટના અંગે ભાજપના ધારાસભ્ય વી ડી.ઝાલાવડીયાએ જણાવ્યું કે,છેલ્લા કેટલાક દિવસોથી એકધારો વરસાદ પડી રહ્યો છે.જેથી વરસાદમાં ખાડી બ્રિજનું કામ પૂર્ણ કરવું શક્ય નથી.જેથી કોન્ટ્રાકટર દ્વારા ખાડી બ્રિજ નું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું હતું.લોકોને અવગાડતા ના પડે તે માટે ડાયવરઝન પણ આપવામાં આવ્યો હતો.તેમ છતાં લોકોને અવર- જવર માટે અન્ય રસ્તો દૂર પડતો હોય લોકો જીવન જોખમે આ ખાડી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા.જેના કારણે આ ઘટના બની છે.Conclusion:ખાડીના પાણી બે કાંઠે વહી રહ્યા છે જેના કારણે તણાયેલ યુવાનનો હજી કોઈ પટ્ટો લાગ્યો નથી.છતાં ફાયર વિભાગના જવાનો તેની શોધખોળ ચલાવી રહ્યા છે.વરસાદ રોકાતા જ ખાડીના બ્રિજનું બાકી રહેતું કામ તાકીદે પૂર્ણ કરી દેવામાં આવશે...
બાઈટ :વી.ડી.ઝાલાવડીયા( ધારાસભ્ય -કામરેજ વિધાનસભા)
બાઈટ :સુરેશ (લસકાના સ્થાનિક રહેવાસી)