- કોરોના ફેસ 2 માં સંક્રમણ વધતાં લોકોએ બુકિંગ કર્યા કેન્સલ
- અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા 80 ટકા બુકિંગ કેન્સલ
- સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન
સુરત : દિવાળી વેકેશનમાં સાઉથ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં જતા હોય છે. પરંતુ અચાનક જ કોરોના ફેસ 2 માં સંક્રમણ વધતાં લોકોએ અગાઉ કરેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કરવા માંડ્યા છે. આ અંગે સુરતના ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રિતેશ પારેખે જણાવ્યું હતું કે, લોકો ગુજરાતના 500 કિલોમીટર અંદર આવતાં આ વિસ્તારમાં ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અગાઉ અન્ય રાજ્યોમાં કરવામાં આવેલા બુકિંગ મોટાભાગે કેન્સલ થઈ રહ્યા છે. 80% બુકિંગ કેન્સલ થયા છે.
કોરોના ફેઝ 2 : ટુરીઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના ત્યાં કરાયેલા બુકીંગ માંથી 80 ટકા એડવાન્સ બુકિંગ લોકોએ કેન્સલ કેટલાંક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથીજ્યારે આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અન્ય વેપારી કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કરાયેલ બુકિંગ લોકો એ માટે રદ્દ કરી રહ્યા છે. કારણ કે, ત્યાંની સરકારે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યા છે અને કેટલાંક લોકો આ ટેસ્ટ કરાવવા માંગતા નથી અને ટેસ્ટના કારણે ભયભીત પણ છે. આ જ કારણ છે કે, 80 ટકા લોકોએ બુકિંગ કેન્સલ કરાવી દીધા છે.એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથીકુલદીપ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મોટી મુશ્કેલી ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોની એ છે કે, બુકિંગ એક તરફ કેન્સલ થઈ રહ્યા છે. સાઉથ ગુજરાતમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ એરલાઈન્સ કંપની રિફંડ આપવા તૈયાર નથી.