સુરત એક દિવસ પહેલા સુરતનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં પ્લેન ઉડાવતા એક બાળક જોવા મળ્યો હતો. તે કોઈ બીજો નહીં પરંતુ ગુજરાત સરકારના પ્રધાનનો દોહિત્ર છે. ગુજરાત સરકારના પ્રધાન વિનુ મોરડીયાના (Vinu Mordia) પાંચ વર્ષના દોહિત્ર વિમાન ઉડાવતો નજરે આવ્યો હતો.
પ્રધાનનો દોહિત્ર સુરતના કતારગામના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં (Gujarat government minister) પ્રધાનનો દોહિત્રનો પ્લેનના કોકપીટમાં સ્ટેરીંગ પકડી બેઠોલો વિડિયો સામે આવ્યો હતો. ચાર સીટર ટ્રેનિંગ વિમાનમાં (four seater training aircraft) સિંગલ પાઇલોટ દ્વારા ઓપરેટ કરવામાં આવનારા પ્લેનમાં પાયલેટની બાજુમાં પાંચ વર્ષના બાળક બેસીને આ પ્લેન ઉડાવતો વીડિયોમાં નજરે પડ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ આ બાળકો કોણ છે તે અંગેની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જે પછી તપાસમાં બહાર આવ્યું હતું કે આ Viral videoમાં જોવા મળનાર બાળક કોઈ બીજો નહીં પરંતુ ગુજરાત સરકારમાં મિનિસ્ટર વિનુ મોરડીયાનો દોહિત્ર છે.
વિડીયો જૂનો આ અંગે વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે આ વિડીયો જૂનો છે બાળક મારી દીકરીનો દીકરો છે. તેના જન્મદિવસના ઉપ્લક્ષમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જે વાયરલ થયો છે મને લાગે છે કે ચૂંટણીમાં જેને ટિકિટ જોઈતી હશે તેઓએ જ આ વિડીયો વાયરલ કર્યો છે.
કાર્યવાહી કરાશે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એવીએશન નિયમ પ્રમાણે આ નિયમનું ઉલ્લંઘન છે કારણ કે પાયલટ સિવાય કોઈને પણ અધિકાર નથી કે કોપીટમાં બાળકને બેસાડી શકે. જો ડીજીસીએની ભંગ થયો હશે તો પાયલેટ અને એરલાઇન સામે કાર્યવાહી પણ કરી શકાય છે.