- ગુલાંટી મારવાની ખાસિયતે અપાવી સિદ્ધિ
- બારડોલીના ડાન્સ સ્ટુડિયોમાં બનાવ્યો રેકોર્ડ
- 1 મિનિટ 22 સેકન્ડમાં કુલ 21 ગુલાંટી મારી
બારડોલી : બારડોલીના 4 વર્ષીય બાળકે 1 મિનિટ 22 સેકન્ડમાં 21 વખત ફ્રન્ટ રોલ (ગુલાંટી મારી) કરી ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે. રવિવારે એક ડાન્સ સ્ટુડિયોમાં આ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
બારડોલીના 4 વર્ષના બાળકે નોંધાવ્યો અનોખો રેકોર્ડ : 1:22 મિનિટમાં મારી 21 ગુલાંટી ગુલાંટી મારવામાં છે એક્સપર્ટબારડોલીના શાસ્ત્રી રોડ પાર આવેલી અભિરાજ સોસાયટીમાં રહેતો નિલાંશ દેસાઈ ખૂબ ઝડપથી ગુલાંટી મારવામાં એક્સપર્ટ છે. માત્ર ચાર વર્ષની ઉંમરમાં ઝડપી ગુલાંટી મારવાને કારણે તેના માતાપિતાએ પુત્રની આ ખાસિયત પારખી તેને વધુને વધુ પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. માતા માનસીના જણાવ્યા અનુસાર તેમણે ગુલાટી મારવાનો કોઈ રેકોર્ડ છે કે, કેમ તે અંગે તપાસ કરતા આટલી નાની ઉંમરના બાળકનો કોઈ રેકોર્ડ ન હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા કરી દાવેદારી
આથી તેમણે દીકરાની આ ખાસિયતને સિદ્ધિમાં ફેરવવાનું નક્કી કર્યું હતું. શનિવારના રોજ બારડોલીના એક સ્ટુડિયોમાં આ રેકોર્ડ કરવાનું આયોજન કરાયું હતું. કૅમેરાની સામે બાળકે એક પછી એક ગુલાંટી મારવાની શરૂઆત કરી હતી. 1 મિનિટ 22 સેકન્ડમાં કુલ 21 ગુલાંટી મારી હતી. જે ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે દાવેદારી કરવામાં આવી છે.
માતાપિતાએ બાળકની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી
ગુજરાતમાં આ પહેલીવાર રેકોર્ડ હોવાનો દાવો માતા માનસી દેસાઈ દ્વારા કરવામાં આવ્યો છે. માતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રે આટલી નાની ઉંમરમાં જે સિદ્ધિ મેળવી છે તેનું અમને ગૌરવ છે. અમારા સમગ્ર પરિવારમાં દીકરાની આ સિદ્ધિથી ખુશીનો માહોલ છે.