સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરુ થઈ રહી છે. બોર્ડની પરીક્ષામાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3.18 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. જેમાં સુરતમાં 1.63 લાખ વિધાર્થીઓ નોંધાયા છે.
સુરતની જો વાત કરવામાં આવે તો ધોરણ 10 બોર્ડના 93,787 વિધાર્થીઓ અને ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહના 52,618 વિધાર્થીઓ, ધોરણ 12 બોર્ડ નવા વિજ્ઞાન પ્રવાહના 14,820 વિધાર્થીઓ જ્યારે ધોરણ 12 બોર્ડ જુના વિજ્ઞાન પ્રવાહના 2305 વિધાર્થીઓ નોંધાયા છે. 516 બિલ્ડીંગ અને 5637 બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.