ETV Bharat / state

Accident in Surat : સુરતના સાવા પાટિયા પાસે ટેમ્પો અને ડમ્પરનો અકસ્માત, બંને ડ્રાયવરનું મોત

author img

By

Published : Mar 28, 2023, 5:06 PM IST

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા પાટીયા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડમ્પરચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યાં જ મોત થયું હતું. જ્યારે આઇશર ચાલકનું પણ બાદમાં મોત નીપજ્યું હતું.

Accident in Surat : સાવા પાટિયા પાસે ટેમ્પો અને ડમ્પરનો અકસ્માત, બંને ડ્રાયવરનું મોત

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત

સુરત : અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર સાવા પાટિયા નજીક આઇશર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ સુરત પોલીસને કરાઈ હતી.

આમ બન્યો અકસ્માત : ગત મોડી રાત્રે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા પાટીયા નજીક પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,હાઈવેના બ્રિજ પર એક ડમ્પર બગડી જતાં ડમ્પર ચાલકે પથ્થરોની આડશ મૂકી રીપેરીંગ કરી રહ્યો હતો તે દરમિયાન ગફલતભરી રીતે હંકારી આવી રહેલા આઇશર ટેમ્પોના ચાલકે આઇશર ડમ્પર પાછળ અથડાયું હતું. બનેલી આ અકસ્માતની ઘટનામાં ડમ્મર ચાલક ધનજીભાઈ ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ પણ વાંચો Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ

આઇશર ચાલકનું પણ મોત થયું : અકસ્માતની ઘટનામાં આઇશર ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આઇશર ટેમ્પા ચાલકને બહાર કાઢ્યો હતો. જોકે આઇશર ટેમ્પા ચાલકને ગભીર ઈજાઓ થતા તેનું પણ મોત થયું હતું. અકસ્માતની ઘટનાને લઈને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે જેને લઈને લોકોના મોત થઈ રહ્યા છે.

ઓવરસ્પીડ વાહનચાલકો પર નજર :સુરતમાં હાઇવે ઉપર અનેકવાર ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માત થવાના અને અકસ્માતમાં મોત થવાના બનાવો બનતા હોય છે. ત્યારે તેના પર અંકુશ મેળવી શકાય તે માટે શહેર પોલીસે એરિયા પ્રમાણે ચોક્કસ સ્પીડ મર્યાદા નક્કી કરી ઓવર સ્પીડ વાહનચાલકોને ટ્રેક કરવા માટે સ્પીડનો સહારો લેશે. વાહનોની સ્પીડ કેપ્ચર કરી ફોટો અને વિડીયો રેકોર્ડિંગ પણ થશે. આ માટે પોલીસકર્મીઓને ટ્રેનિંગ આપી છે. ત્યારે આગામી દિવસોમાં વાહનોને ટ્રેક કરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ

સ્પીડ ગન ટ્રેનિંગ : પોલીસ વિભાગની સ્પીડ ગન ટ્રેનિંગમાં આ સ્પીડ ગનમાં એક કિલોમીટર દૂરથી વાહનોની સ્પીડ કેપ્ચર થઈ શકે તેવી સિસ્ટમ છે. તેમાં વાહન ચાલકોનો ફોટો અને વિડીયોગ્રાફી પણ થાય એવી સુવિધા છે. ઉપરાંત પોલીસ સ્થળ પર જ ઓવર સ્પીડ વાહનચાલકોને દંડ ફટકારી શકશે. આ રીતે આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ઓવર સ્પીડ વાહનચાલકો પર બાજ નજર રાખવા તૈયારી કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.