સુરત: શહેરના ખટોદરા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો એક બનાવ સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી. જેના આધારે ખટોદરા પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આકાશ નામના યુવાનની હત્યા દીપ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. માત્ર સિગરેટ બાબતે થયેલી આ હત્યામાં જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે અગાઉ બંને વચ્ચે ગણેશ ઉત્સવ દરમિયાન પણ બોલાચાલી થઈ હતી.
છ જેટલા ઘા ઝીંકી દીધા: ખટોદરા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પણ જાણવા મળ્યું હતું કે આ બંને મિત્રો હતા. મોડી રાત્રે બંને વચ્ચે સિગરેટની વાતને લઈ બોલા ચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન દીપ અને આકાશ બંને એક બીજા સામે તલવાર અને ચપ્પુ લઈને આવી ગયા હતા. આરોપી દીપએ વિકાસનાને ધારદાર હથિયારથી છ જેટલા ઘા ઝીંકી દીધા હતા જેના કારણે તેને ઇજાઓ થઈ હતી. આકાશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું કરૂણું મોત નીપજ્યું હતું.
મૃતક સામે બે કેસ: એસીપી ઝેડ આર દેસાઈના જણાવ્યા મુજબ થોડી રાત્રે પોલીસને જાણકારી મળી હતી કે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આકાશ નામના યુવાનની હત્યા દીપ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. સિગરેટ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેને ધારદાર હથિયારથી આકાશ હુમલો કરી દેતા તેનું મોત નીપજ્યું હતું. જોકે મૃતક આકાશ સમય અગાઉ પણ બે કેસ નોંધાઈ ચૂક્યા છે. બંને વચ્ચે અગાઉ પણ ગણેશ ઉત્સવ દરમિયાન ઝઘડો થયો હતો. હાલ આરોપી દીપ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પેટ્રોલિંગ અને બંદોબસ્ત પર પ્રશ્ન: અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાંચ હત્યાનો બનાવ બની ચૂક્યા છે. હાલ નવરાત્રીના પર્વ પર જ્યાં એક તરફ પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ એક બાદ એક ત્રણ દિવસમાં પાંચ હત્યાનો બનાવતા પેટ્રોલિંગ અને બંદોબસ્ત વચ્ચે પણ પ્રશ્નો ઉભો થયો છે.