સુરત: સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવતા ચર્ચા મચી જવા પામી છે. સુરતના ઝાપા બજાર તૈયબી મહોલ્લામાં 55 વર્ષીય આધેડની તેના જ રૂમમાં હત્યા કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મહિધરપુરા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. બીજી બાજુ સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
પોલીસે તપાસ શરૂ કરી: સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી હત્યાના બનાવ વધી ગયા છે. શહેરમાંએક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે.સુરત શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલા તૈયબી મહોલ્લામાં રહેતા 55 વર્ષીય શાહ મહોમ્મદ નામના વૃદ્ધની તેની જ રૂમમાં હત્યા કરવામાં આવી હતી. મૃતક મસાજનું કામ કરતા હતા. તેઓની રૂમમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હત્યાના બનાવ અંગે મહિધરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો Vadodara crime: બંધ મકાનમાંથી વાસ આવતા મૃતદેહ મળ્યો, અનેક આશંકા
હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો: એસીપી આર આર આહીરે જણાવ્યું હતું કે, મૃતક આધેડ મસાજનું કામ કરતો હતો. ફિઝિયોથેરાપી માટે જરૂરી બોડી મસાજનું કામ તેના ઘરે જ તે કરતો હતો ત્યાં કોઈ મસાજ કરવા આવ્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા લાગી રહી છે. આ સમગ્ર મામલે હાલમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરવામાં આવી છે.
આ પણ વાંચો Vadodara : વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ કોલ્હાપુરથી ઝડપાય, લવ જેહાદના હોબાળાનો અંત
ભાઈને જાણ કરવામાં આવી: અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ મોહમ્મદ શાહનું મોત થયું હોવાનું જાણ આસપાસમાં રહેતા રહીશો દ્વારા મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હતી. જેને લઇ તેના ભાઈ ઘરે આવીને પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસની ટીમ પણ ઘરે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ બિલ્ડીંગના એક સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસને જોવા મળ્યો છે. હાલ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા વ્યક્તિ સુધી પહોંચવા પોલીસ પ્રયાસ પણ કરી રહી છે. આ મામલે બે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.