ETV Bharat / state

GETCO company Exam Paper Leak: સાબરકાંઠાના પ્રાંતિજમાં જેટકોનું પેપર લીક થયાના આક્ષેપથી ખળભળાટ - પ્રાંતિજમાં પરીક્ષાનું પેપર લીક

ગુજરાત વીજ વિભાગ (Gujarat electricity department)ના જેટકો કંપનીની પરીક્ષા (GETCO company Exam Paper Leak) પહેલા પેપર લીક થયું હોવાના આરોપ સાથે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી કારનો નંબર અને વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. કાર સાબરકાંઠાના પ્રાંતીજ પરીક્ષા કેન્દ્ર (Sabarkantha prantij exam center)ની બહાર મળી આવી છે.

GETCO company Exam Paper Leak: સાબરકાંઠાના પ્રાંતિજમાં જેટકોનું પેપર લીક થયાના આક્ષેપથી ખળભળાટ

author img

By

Published : Jan 4, 2022, 3:00 PM IST

Updated : Jan 4, 2022, 3:18 PM IST

પ્રાંતીજ: સાબરકાંઠાના પ્રાંતીજમાં આજે લેવાઈ રહેલાં જેટકોના પેપર લીક (GETCO company Exam Paper Leak) થવાના મામલે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી કારના નંબર સાથે વ્યક્તિઓના નામ જાહેર કર્યા હતા. આ કાર સાબરકાંઠાના પ્રાંતીજ પરીક્ષા કેન્દ્ર (sabarkantha prantij exam center) બહારથી મળી આવતા ફરી એક વાર ખળભળાટ સર્જાયો છે.

પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રની બહારથી મળી કાર

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા (gsssb head clerk paper leak 2021) પહેલા પેપર લીક મામલે સાબરકાંઠાના પ્રાંતિજના ઊંછાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે આજે લેવાઈ રહેલા ગુજરાત વીજ વિભાગ (gujarat electricity department)ના જેટકો કંપનીની પરીક્ષા પહેલા પેપર લીક થયાની પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરમાં યુવરાજસિંહે કરતા ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં હડકંપ સર્જાયો છે. પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયેલી કાર સાબરકાંઠાના પ્રાંતિજ પરીક્ષા કેન્દ્રની બહાર મળી આવતા વધુ એકવાર પેપર લીક (exam paper leak in prantij) મામલે પ્રાંતિજનું નામ ખરડાયું છે.

પરીક્ષા કેન્દ્રના સંચાલકનું શું કહેવું છે?

જો કે આમાં પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેતા પરીક્ષા કેન્દ્રના સંચાલક દ્વારા જાહેર કરાયું હતું કે, મિતુલ પટેલ નામનું કોઈપણ પરીક્ષાર્થી નથી. એક તરફ વિવિધ કોર્પોરેશનો, બોર્ડ નિગમો તેમજ વહીવટી તંત્ર દ્વારા લેવાતી રહેલી પરીક્ષાઓમાં અચાનક પેપર લીક થાય તો હજારો વિદ્યાર્થીઓને ભારે કિંમત ચુકવવાનો વારો આવતો હોય છે, ત્યારે આજે વધુ એક વખત પરીક્ષા લીક (paper leak scam in gujarat) મામલે પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાતના મોટાભાગના પરીક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: GSSSB Paper Leak Case: આપએ પેપર લીક કાંડને મામલે ઉપવાસ પર બેસવાની મંજૂરી માટે હાઈકોર્ટમાં કરી અરજી

ઊંડાણથી તપાસ થવી જરૂરી

હાલમાં સાબરકાંઠાના પ્રાંતિજ કેન્દ્રની બાજુમાંથી મળી આવેલી કાર તેમજ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલો નંબર અને પેપર લીક મામલામાં કરાયેલા આક્ષેપો સત્યતાની નજીક હોવાનું ગણાવાઇ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં આ મામલે પણ ઊંડાણથી તપાસ થાય તે જરૂરી બની રહ્યું છે. જો કે હજુ બિન સચિવાલય પેપર લીક મામલો શાંત પડ્યો નથી, ત્યારે વધુ એક પેપર લીક મામલે થયેલો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓને નિરાશ કરી શકે છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: 12 આરોપીઓના ફરી રિમાન્ડની અરજી પ્રાંતિજ કોર્ટે ફગાવી, તમામને જેલમાં ધકેલાયા

Last Updated : Jan 4, 2022, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.