હાલમાં ચોમાસાની સિઝન આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં પણ પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં હોય છે. પણ તેમ છતા રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે શહેરીજનોએ હાલાંકી ભોગવવાનો વારો આવી શકે તેમ છે. તો રવિવારના રોજ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 2,7,8,10 અને 11માં પાણી વિતરણ કરવામાં નહિ આવે.
આ પાણી વિતરણ ન્યારી ESRની મેઈન સપ્લાય પાઇપલાઇન ઘણી જૂની હોવાથી અવાર નવાર લીકેજ થતી હોય છે. જે બદલવાની જરૂરીયાત છે. તો નવી પાઇપલાઇનનું જોડાણનું કામકાજ થતું હોવાના કારણે પાણીની સપ્લાય કરવામાં નહી આવે
રાજકોટના ન્યારી ડેમની ESRની મેઈન સપ્લાય પાઈપ લાઈન ઘણી જૂની હોવાના પગલે અવાર નવાર લીકેજ થતુ હોવાના કારણે તે પાઇપલાઇને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જે બદલાવી નવી 711 એમ.એમ ડાયા એમ.એસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી અંતર્ગત ન્યારી ઈ.એસ.આર નાં આઉટલેટ સાથે આ નવી પાઈપ લાઈનનું જોડાણ કરવાનું હોવાથી રવિવારના રોજ ન્યારી ESR હેઠળ પાણી વિતરણ કરવામાં આવતા વોર્ડ નંબર 2, 7, 8, 10 અને 11ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે