- સિવિલ કોવિડ હોસ્પિટલમાં 500થી વધુ નર્સિંગકર્મીઓ કાર્યરત
- કોરોના વોરિયર બની પોતાના પરિવારની પરવા કર્યા વગર કરી રહ્યા છે સેવા
- સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અને તકેદારી રાખવા અનુરોધ
રાજકોટ: રાજકોટની PDU સિવિલ કોવિડ હોસ્પિટલમાં 500થી વધુ નર્સિંગ સ્ટાફ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યો છે. કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરિયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે, તેવો નર્સિંગ સ્ટાફ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર બની પોતાના પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે.
રાજકોટની PDU કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ બહેનોની અવિરત સેવા કોરોના સંક્રમણ બાદ સાજા થઈને ફરી સેવા શરૂ કરીકોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. રાજકોટની પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની બહેનો કોરોનાથી સંક્રમિત થાય તો સારવાર મેળવીને અથવા તો હોમ આઇસોલેટ થઈને ફરી સ્વસ્થ થઈ સારવારમાં લાગી જાય છે. આવી છે સંવેદનશીલ સરકારના સંવેદના સભર કર્મયોગીઓની સંવેદના.સારવાર દરમિયાન બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 14 વર્ષથી સેવા આપતા નર્સ બહેન અર્ચના ગોસાઇએ જણાવ્યું હતું કે, તેઓનો તા.3 સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં 14 દિવસ સુધી આઈસોલેટમાં રહી સારવાર મેળવી સાજા થઇ ફરી સેવામાં લાગી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડયુટી રોટેશન મુજબ હોય છે. જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે. સિવિલ હોસ્પિટલની સેવા તેમના માટે મુખ્ય છે અને તેઓએ પણ લોકોને જાગૃત રહી સાવચેતી રાખવા અપીલ કરી હતી. લોકીને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની અપીલધર્મિષ્ઠાબેન ભલગામાએ કહ્યું હતું કે, તેઓ આઇ હોસ્પિટલમાં સેવા આપે છે. રોટેશન મુજબ તેમને સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાની હોય છે. તેમનું પાંચમું રોટેશન ચાલતું હતું. ત્યારે તેઓ પણ દર્દીઓની સારવાર કરતી વખતે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમને દસ વર્ષનો પુત્ર છે. તેમને સંક્રમણ ન લાગે તે માટે સગા સંબંધીને ત્યાં મૂકીને તેઓએ સારવાર મેળવી હતી. જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાંથી સેવા કરીને ઘરે પરત ફરે ત્યારે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે કાળજી રાખે છે. ધર્મિષ્ઠાબેને રાજકોટ શહેર જિલ્લાના લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોનાથી બચવા માટે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.