રાજકોટ : રાજ્યમાં સતત હાર્ટ એટેકના કારણે મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટમાં એક બાદ એક હાર્ટ એટેકથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. આજે ફરી શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક 25 વર્ષીય અને 47 વર્ષીય વ્યક્તિનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. જેના કારણે તેમના પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યમાં હાર્ટએટેકના કેસમાં સતત વધારો : સામાન્ય રીતે ગરમી વચ્ચે એક તરફ હિટ સ્ટ્રોકની ઘટનાઓ વધી રહી છે. બીજી તરફ હાર્ટ એટેકના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતનું રાજકોટ એક એવું શહેર જ્યાં સતત હાર્ટ એટેકની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. અહીં હાર્ટ અટેકથી લોકોના મોત થઈ રહ્યાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટમાં હાર્ટએટેકથી આજે વધુ એક સાથે બે લોકોના મોત થયા છે.
શહેરમાં બે લોકોના થયા મોત : રાજકોટ તાલુકાના વિરડા વાજડીના 47 વર્ષના કોન્ટ્રાક્ટરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ચારધામની યાત્રા પૂરી થતાની સાથે જ કોન્ટ્રાક્ટર અનંત યાત્રાએ નીકળી ગયા હતા. કોન્ટ્રાક્ટર રમેશભાઈ હુંબલ યાત્રા પૂરી કરી નાથદ્વારા દર્શન કરવા ગયા હતા અને છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ થયું હતું. તેમના મોતથી વિરડા વાજડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શોકનું મોજુ ફેલાયું છે. સી.એ. નો અભ્યાસ કરતા 25 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. રૈયા રોડ પર આર્ય એવન્યુમાં પોતાના ઘરે વાંચતા વાંચતા યુવાન રાત્રીના ઢળી પડ્યો હતો. પરિવારજનો સવારે ઉઠાડવા જતા યુવાનનું મૃત્યુ થયું હતું. રાજકોટ શહેરમાં છ મહિનામાં આઠથી વધુ યુવાનોના મૃત્યુ થયા છે. યુવક ધૈવત પંડ્યા સી.એના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
હાર્ટ એટેકના લક્ષ્ણો : હાર્ટ એટેકના સંકેત પહેલા જ મળી જાય છે. જેમાં શ્વાસની તકલીફ, થાક, ગભરાહટ જેવા લક્ષણો જોવા મળે છે. ઘણી વખત અઠવાડિયા પહેલા તમારું શરીર હાર્ટ એટેકના સંકેત આપવા લાગે છે. અને જો તમે આ લક્ષણો અને સંકેતોને ઓખળી જાઓ છો તો હાર્ટ એટેક જેને એક્યૂટ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવાય છે તેને જીવલેણ થતા અટકાવી શકાય છે. હાર્ટ એટેક બે પ્રકારના હોય છે. એક અચાનક અને બીજો ધીરે-ધીરે આવે છે. સોસાયટી ઓફ કાર્ડિયોવસ્કુલર પેશેન્ટ કેરનું માનીએ તો હાર્ટ એટેકના લગભગ 50 ટકા કેસમાં પહેલા જ લક્ષણ જોવા મળે છે અને હાર્ટ એટેકના લગભગ 85 ટકા કેસમાં શરૂઆતના 2 કલાકમાં હાર્ટને નુકસાન પહોંચે છે.
Heart Attack: પુરૂષો કરતાં સ્ત્રીઓમાં હાર્ટ એટેક પછી મૃત્યુ થવાની શક્યતા વધુ: અભ્યાસ
Heart Attack : સુરતમાં વધુ એક સગર્ભા મહિલાનું હાર્ટ એટેકથી મોત