રાજકોટ: હાલ મોહરમનો તહેવાર ચાલી રહ્યો છે. મોહરમના તહેવાર દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો તાજીયા બનાવતા હોય છે અને આ તાજીયાને ઝુલુસ સાથે કાઢતા હોય છે. ત્યારે ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઝુલુસ માટે કાઢવામાં આવી રહેલા તાજીયા વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટસર્કિટની આ ઘટનામાં 15 લોકોને કરંટ લાગતા ધોરાજીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે.
![ધોરાજીમાં તાજીયા ઝુલુસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2023/19129001_thum.jpg)
બે લોકોના મોત: તાજિયા પીજીવીસીએલના લાઇનમાં અડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. 15 પૈકી બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા.
![હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2023/gj-rjt-rural-dhoraji-tajiya-festival-turned-into-mourning-in-dhoraji-because-two-persons-died-to-electrocution-gj10077_29072023154239_2907f_1690625559_992.jpg)
ઉત્સવ માતમમાં ફેરવાયો: આ અકસ્માતે બનેલી ઘટના અંગેની જાણ થતા સ્થાનિક ધોરાજી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના ધોરાજી શહેરમાં તાજિયા ઉત્સવમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થતા હાલ ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો હતો.
![15 પૈકી બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2023/gj-rjt-rural-dhoraji-tajiya-festival-turned-into-mourning-in-dhoraji-because-two-persons-died-to-electrocution-gj10077_29072023154239_2907f_1690625559_697.jpg)
ઝારખંડમાં પણ સર્જાઈ દુર્ઘટના: આજે ઝારખંડના બોકારોમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. મોહરમ પર ઝુલુસ કાઢતી વખતે તાજિયા 11,000 વોલ્ટના ઊંચા ટેન્શન વાયરની નજીક આવી. જેના કારણે શોભાયાત્રામાં સામેલ 10 લોકો વીજ કરંટ લાગવાથી ખરાબ રીતે દાઝી ગયા હતા. તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ અહીં ડોક્ટરોએ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. તાજિયા જુલુસ માટે રાખવામાં આવેલી બેટરી ઈલેક્ટ્રીક વાયર સાથે સંપર્કમાં આવતા બ્લાસ્ટ થઈ હતી.