રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા હાલ 18 સુધી પહોંચી છે. જ્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓ સજા પણ થઇ રહ્યા છે. શુક્રવારે કોરોનાના ત્રણ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા આવ્યા છે. આ સાથે જ રાજકોટમાં કોરોના કુલ 7 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સદનસીબે રાજકોટમાં હજુ સુધી કોઈ પણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું નથી. રાજકોટના મયુરધ્વજસિંહ વિદેશ પ્રવાસ બાદ તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેમનો ચેપ તેમના મિત્રોને લાગ્યો હતો. જેમાં શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
આ ઉપરાંત જીતેન્દ્રભાઈ સાવલિયા અને પ્રીયદર્શનસિંહ જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવતા તેમની પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, ત્યારે સારવાર બાદ મયુરધ્વજસિંહ, જીતેન્દ્રભાઈ અને પ્રિયદર્શનસિંહનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના 7 જેટલા દર્દીઓ સજા થતા આરોગ્ય તંત્રમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.