ETV Bharat / state

પિતાએ મા વિહોણી 17 વર્ષની દીકરી પર છ માસ સુધી આચર્યો બળાત્કાર, આખરે થયો ખુલાસો... - પિતા પુત્રીના પવિત્ર સબંધને કલંકિત કરતો એક કિસ્સો

પિતા-પુત્રીના પવિત્ર સબંધને કલંકિત કરતો એક કિસ્સો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના એક ગામ માંથી સામે આવ્યો છે, જેમાં એક પિતાએ પોતાની જ સગીર પુત્રી સાથે વારંવાર બળાત્કાર આચર્યો હોવાનું ખુલ્યું છે. જાણો સમગ્ર મામલો.

17 વર્ષની દીકરી પર છ માસ સુધી આચર્યો બળાત્કાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 12:03 PM IST

17 વર્ષની દીકરી પર છ માસ સુધી આચર્યો બળાત્કાર

રાજકોટ: ઉપલેટા પાસે આવેલા એક ગામે હેવાન પિતાએ પોતાની જ 17 વર્ષની સગીર દીકરી ઉપર બળાત્કાર આચરતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે પાટણવાવ પોલીસે હાલ બળાત્કારની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 17 વર્ષની મા વિહોણી દીકરીએ જ્યારે પિતાની હવસખોરીની કથની વર્ણવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પાટણવાવ પોલીસ મથકે નોંધાયો ગુનો
પાટણવાવ પોલીસ મથકે નોંધાયો ગુનો

શું હતી સમગ્ર ઘટના:

સગીરાની ઉંમર 17 વર્ષ છે અને આરોપી પિતાની ઉંમર 40 વર્ષ છે. આરોપીના બે લગ્ન થયા હતા. પ્રથમ લગ્નથી હાલ ભોગ બનનાર દીકરીનો જન્મ થયો હતો. આ દીકરી 6 મહિનાની હતી ત્યારે જ તેમના માતાનું અવસાન થઈ ગયું હતું. મા વિહોણી દીકરી દાદી અને પરદાદી સહિતના સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચે મોટી થઈ હતી.

આ દરમિયાન આરોપી પિતાએ બીજા લગ્ન પણ કર્યા હતા. બીજા લગ્નથી આરોપીને બીજી બે પુત્રી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેની બીજી પત્ની બે પુત્રીઓને લઈ રિસામણે જતી રહી છે. બીજી પત્ની રિસામણે જતાં હવસખોર પિતા પોતાની હવસ સંતોષવા તલપાપડ બન્યો હતો. આ દરમિયાન ભોગ બનનાર સગીરા 16 વર્ષ પૂર્ણ કરી 17 વર્ષની થઈ એટલે તેના પિતાની નજર બગડી હતી.

બળાત્કાર બાદ આપી ધમકી:

ભોગ બનનારના નિવેદન મુજબ આશરે 6 મહિના પહેલા તેમની બીજી માતા રિસામણે ગયા પછી એક રાતે તે સૂતી હતી. ઘરના બીજા સભ્યો પણ સુઈ ગયા હતા. ત્યારે અચાનક પિતા તેની પાસે આવી દેહ પર અડપલા કરવા લાગ્યા હતા. દીકરી કંઈ સમજે તે પહેલાં જ પિતાએ મૂંગુ રહેવા કહી દીધું. જેના પર વિકૃતિ સવાર થઈ હતી તે પિતાએ દીકરી પર બળાત્કાર આચર્યો અને ધમકી આપી કે કોઈને કહીશ તો તારી ખેર નથી. પિતાના ડરથી દીકરી કોઈને વાત કરતી નહોતી. અને પછી દરરોજ રાત્રે અવાર નવાર તેનો પિતા આ રીતે આવતો અને હવસ સંતોષતો.

ક્યારે બહાર આવી ઘટના:

આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપી પિતા તેની સગી દીકરી સાથે ન કરવાનું કરતો હતો. તે સમયે ત્યાં પરદાદી આવી જતા તે પોતાના પૌત્રની હવસખોરીથી વાકેફ થયા હતા. પોતાની જ દીકરી સાથે આરોપીને કઢંગી હાલતમાં જોઈ જતા આરોપીને ઉઘાડો પડ્યો હતો. દાદીએ પૌત્રને ખૂબ ઠપકો આપ્યો અને પોતાની જ દીકરી પર આવું કરતા તને શરમ ન આવી તેવા કથનો કહ્યા હતા. લાજવાના બદલે વિકૃત બનેલો પિતા વૃદ્ધ દાદી પર ગુસ્સો કરી ઝઘડો કરતો.

સગીર દીકરીની વ્યથા જાણી દાદી દીકરીને લઈ પાટણવાવ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં હકીકત ખુલી હતી કે, મા વિહોણી દીકરીનું શોષણ તેનો જ પિતા છેલ્લા 6 માસથી કરી રહ્યો હતો. અને ધમકી આપતો હતો કે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે આઇપીસી અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

  1. મુંબઈમાં મેક્સિકન મહિલા DJ પર બળાત્કાર, બાંદ્રા પોલીસે એક આરોપીની ધરપકડ કરી
  2. અમદાવાદના થલતેજમાં IPS અધિકારીના પત્નીએ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.