રાજકોટ : શહેર નજીકના બેડી ગામ પાસેથી પસાર થતી આજી-2 નદીના પટમાં ઉગી નીકળેલી ગાંડી વેલના કારણે મચ્છરોના ઉછેર અને તેના માટેનું અનુકુળ વાતાવરણ સર્જતા અચાનક કયુલેકસ મચ્છરોનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણે મચ્છરોના ઉપદ્રવને સ્થાનિક આપદા ગણી, આ સમસ્યાને તાકીદે નિકાલ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તેમજ નદીના પટમાંથી ગાંડી વેલને દુર કરવા માટે સુરતથી ડી-વીડીંગ મશીન અને દવાના જથ્થા સાથેની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. તેમાં સ્થળ પર કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ કામગીરીનું રૂપાણીએ ટંકારાથી રાજકોટ આવતા હવાઇ નિરિક્ષણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, મચ્છરોના ત્રાસના વિરોધના કારણે યાર્ડના વેપારીઓ હાલ હડતાળ પર છે.