ETV Bharat / state

સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પોલીસકર્મીઓને બિરદાવાયા - સ્વામિનારાયણ ગુરુકુળ

સ્વામિનારાયણ ગુરુકુળ હરિભક્તો દ્વારા પોલીસકર્મીઓને બિરદાવામાં આવ્યા હતા. તેમજ પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારવા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

swaminarayan
સ્વામિનારાયણ
author img

By

Published : Apr 15, 2020, 8:26 PM IST

રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાની મોરબીમાં આવેલ શાખાના સંતો તથા હરિભક્તો દ્વારા લોકડાઉનમાં પણ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારવા તથા તેમનો આભાર વ્યક્ત કરવા માટે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેને ફળીભૂત કરવા માટે સરજુ વીટ્રીફાઇડના મગનભાઈ દામજીભાઈ ભોરણીયાએ તમામ ખર્ચ પોતે ઉઠાવ્યો હતો. આથી, સ્વામી નારાયણ ગુરુકુળ દ્વારા સરજુ વીટ્રીફાઇડના સહયોગથી પોલીસકર્મીઓને પ્રસાદીનું બોક્સ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન સ્વામિનારાયણ લોકોનું કોરોના વાયરસથી રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્ય અંગે પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા સાથે વાત થતા તેઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.