ETV Bharat / state

Silent Rally in Rajkot : આપ નેતા સંજય સિંઘની ધરપકડને લઈને રાજકોટમાં મૌન રેલી યોજાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 9:15 PM IST

રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા તેમના પક્ષના નેતા સંજય સિંહની ધરપકડ મુદ્દે વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ મૌન રેલીમાં શામેલ થયાં હતાં. આ સાથે ભાજપ સરકાર પર આકરા શબ્દ પ્રહાર પણ કરવામાં આવ્યાં હતાં.

Silent Rally in Rajkot : આપ નેતા સંજય સિંઘની ધરપકડને લઈને રાજકોટમાં મૌન રેલી યોજાઇ
Silent Rally in Rajkot : આપ નેતા સંજય સિંઘની ધરપકડને લઈને રાજકોટમાં મૌન રેલી યોજાઇ

બેનરોમાં રોષ વ્યક્ત કર્યો

રાજકોટ : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ઇડી દ્વારા પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે આજે રાજકોટમાં પણ આપ આદમી પાર્ટી દ્વારા ધરપકડના વિરોધ મામલે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સંજયસિંહની ઘટના મામલે ભાજપ સરકાર ઉપર આકરા શબ્દ પ્રહારો કર્યા હતા.

ભાજપ દ્વારા સંજયસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ભાજપે ઈડીને આગળ કરી અને ત્યારબાદ તેમની ધરપકડ કરાવી છે. જે ધરપકડ ખોટી રીતે કરાઇ છે. તેમજ કેસમાં સંડોવવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ દ્વારા ઇડીનો દુરુપયોગ કરીને સાચા માણસોને જેલમાં પૂરે છે અને ખોટા માણસોને પોતાના પક્ષમાં આશરો આપે છે. આ કેસમાં સંજયસિંહની ખોટી રીતના ધરપકડ કરવામાં આવી છે જેના ભાગરૂપે અમે આજે મૌન રેલી યોજી છે....દિનેશ જોષી ( રાજકોટ શહેર પ્રમુખ, આમ આદમી પાર્ટી )

આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા : રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંજના સમયે શહેરના જયુબેલી બાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાથી આ મૌન રેલી શરૂ કરવામાં આવી હતી અને ત્રિકોણબાગ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે મૌન રેલીમાં રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઠેર ઠેર વિરોધ કાર્યક્રમ : આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ સંજયસિંહની ધરપકડ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આમ આદમ પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પણ હાલ જેલમાં છે. એવામાં આમ આદમી પાર્ટીના બીજા દિગ્ગજ નેતા એવા સંજયસિંહની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવતા દેશભરમાં આમ આદમી પાર્ટીમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમજ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  1. SP leader abu asim azmi : સપા નેતા અબુ આઝમીના ઘર પર આવકવેરાના દરોડા, ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત
  2. Delhi Liquor Scam: સંજય સિંહનાં અંગત ગણાતા 3 લોકોને ઈડીનું સમન્સ, આપ નેતા સાથે કરાવાશે આમનો-સામનો
  3. Bjp aap poster war: દિલ્હીમાં ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર, ભાજપે સંજય સિંહ અને મનીષ સિસોદિયાનું નવું પોસ્ટર કર્યુ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.