ETV Bharat / state

Sanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત - રાજકોટ કોર્પોરેશન

રાજકોટમાં આજે ભૂગર્ભ ગટરની સફાઇ કરવા ઊતરતાં મજૂરનો મોતનો મામલો બન્યો છે. રાજકોટ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કામ માટે એક મજૂર ગટરની સફાઇ માટે અંદર ઉતર્યો હતો. અંદર ઊતરતાં જ ઝેરી ગેસની અસરથી બેભાન થયો હતો. તેને બચાવવા તરત કોન્ટ્રાક્ટર પણ અંદર ઊતરતાં તેમનું પણ મોત નીપજ્યું હતું.

Sanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત

author img

By

Published : Mar 21, 2023, 9:54 PM IST

સાથી કર્મીએ ઘટના વિશે જણાવ્યું

રાજકોટ : સફાઇકાર્યો માટે અત્યંત આધુનિક ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોવા છતાં આજે રાજકોટમાં કરુણ ઘટના બની ગઇ છે. મવડી વિસ્તારમાં સાંજના સમયે ભૂગર્ભ ગટરની સફાઇ કરવા અંદર ઊતરનારા બે યુવકના મોત નીપજ્યાંની અરેરાટીભરી ઘટના બની હતી. બંને યુવક રાજકોટના રહેવાસી છે જેમાં મજૂરનું નામ મેહુલ મહીડા છે અને તેને બચાવવા ગટરમાં ઊતરીને મોતને ભેટનાર યુવકનું નામ અફઝલ ઇસ્માઇલભાઇ છે જે પોતે કોન્ટ્રાક્ટર હતાં.

બંને યુવકોના મોતની વધુ તપાસ હાથ ધરાઇ
બંને યુવકોના મોતની વધુ તપાસ હાથ ધરાઇ

મવડીમાં ઘટના બની : રાજકોટમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા મજૂરનું મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સમ્રાટ મેઈન રોડની આ ઘટના છે. જ્યાં સાંજના સમયે એક મજૂર યુવક ગટરની સફાઈ કરવા માટે અંદર ઉતર્યો હતો અને અચાનક ગટરની અંદર જ બેભાન થઈ ગયો હતો. મેહુલ મહીડા નામના એ મજૂર યુવકને બચાવવા તરત જ કોન્ટ્રાક્ટર યુવક અફઝલ ઇસ્માઇલભાઇ અંદર ઊતર્યો હતો અને તે પણ ઝેરી ગેસની અસરથી બેભાન થઇ ગયો હતો. જેના કારણે તાત્કાલિક બંને યુવકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બંનેના ઝેરી ગેસના કારણે મોત થયા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ગટરના ઝેરી ગેસથી મોત થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઈકર્મીઓ બેભાન થઇ ઢળી પડ્યા, 1ની હાલત ગંભીર

ઝેરી ગેસે લીધો જીવ : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે સાંજના સમયે મવડી ફાયર વિભાગની ઓફીસ નજીક આવેલા સમ્રાટ મેઇન રોડ આવેલી ભૂગર્ભ ગટરમાં મજૂર ગટરની સાફ સફાઈ માટે અંદર ઉતર્યો હતો. જેવા જ આ બંને મજૂર ગટરની અંદર ઉતર્યો જેના કારણે તેને ગૂંગળામણ થવા માંડી હતી અને ગટરની અંદર રહેલા ઝેરી ગેસના કારણે આ બેભાન થઈને પડી ગયો હતો. ત્યારે તેના બચાવવા બીજો યુવક પણ અંદર ઊતર્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ બંનેને ગટરની અંદરથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ બંનેને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

ગટર ઉભરાવાની ફરિયાદ હતી : આ ઘટનાને લઈને સાથી મજૂર એવા મયૂર વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મવડી વિસ્તારમાં સમ્રાટ મેન રોડ ઉપર ગટર છલકાઈ ગઈ હતી. જે અંગેની જાણ અમારા વોર્ડ નંબર 13ના કોન્ટ્રાક્ટરને કરવામાં આવી હતી. જેને લઇને આ વિસ્તારમાં કામ ચાલુ હતું અને ગટરની અંદર મશીનથી સાફસફાઈ કરવામાં આવી રહી હતી. જ્યારે આ મશીનથી સાફસફાઈ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજૂરે આગળની તરફ ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખોલ્યું હતું અને ગેસના કારણે તે અંદર પડી ગયો હતો. જેની જાણ અમારા કોન્ટ્રાક્ટરને થતા કોન્ટ્રાક્ટર દોરી લઈને અંદર મજૂરને બચાવવા માટે ઉતર્યા હતાં. તેમને પણ આ ઝેરી ગેસની અસર થતા તેઓ પણ બેશુદ્ધ થઈ ગયા હતાં અને ગટરમાં પડી ગયા હતા. જ્યારે મૃતક મજૂરનું નામ મેહુલ મહિડા છે અને કોન્ટ્રાક્ટરનું નામ અફઝલ ભાઈ ઈસ્માઈલભાઈ હતું.

આ પણ વાંચો Gujarat Assembly : ગટરમાં સફાઈ કરતા 11 કર્મીઓના મૃત્યુ, વારસદારને નોકરીના હુકમ પર સરકારમાં વિચારણા

કોર્પોરેશન દ્વારા તપાસ : રાજકોટમાં ભૂગર્ભ ગટર સાફ કરતી વખતે બે યુવકના મોત થવાને પગલે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે મજૂર અને કોન્ટ્રાક્ટરના મોતની ઘટનાને પગલે તેમના પરિવારજનોમાં પણ દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.