રાજકોટ: ઉપલેટામાં રહેતા એક મુસ્લિમ વ્યાપારીના બે નાના ફૂલ જેવા બાળકોએ પવિત્ર રમજાન માસ નિમિત્તે રાખવામાં આવતા રોજા રાખી અને રમઝાન માસમાં અન્ય લોકોને તેમજ ખાસ કરીને મોટા વડીલોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરી અને રોજા રાખ્યા હતા. ઉપલેટાના આ નાના બાળકો દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતા અને સાંજના સમયે રોજા ખોલી ખુદાની કે ઈબાદત કરી દુઆઓ કરી હતી.
નાના બાળકે રાખ્યા રોજ: ઉપલેટા શહેરમાં રહેતા અને વ્યવસાયે વેપારી એવા સૂવાન વસીમ નામના વ્યક્તિએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ તેમનો રમજાન મહિનો ચાલી રહ્યો છે. આ રમઝાન માસ દરમ્યાન મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખી અને રમજાન માસની ઉજવણી કરતા હોય છે. આવી જ રીતે અમારો પરિવાર પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજાઓ રાખી અને અમે પણ દુઆ કરીએ છીએ તેમજ ખુદાને નમાજ અદા કરીએ છીએ. અમારા પરિવાર દ્વારા કરવામાં આવતા આ દૈનિક કાર્યને જોઈને અમારા બે નાના બાળકો જેમાં એક સાડા છ વર્ષનો હસનેન તેમજ સાડા ચાર વર્ષનો રેહાન અમારી રોજા રાખવાની અને દુઆ કરવાની કામગીરીથી પ્રભાવિત થઈ અને તેઓએ પણ રોજા રાખવાનો સ્વૈચ્છિક રીતે નિર્ણય કરતા અમોએ પણ અમારા આ બાળકોને સવારે રોજા રખાવી અને સાંજે રોજા ખોલાવ્યા હતા.
આ પણ વાંચો Ramadan 2023 : રમઝાનના પર્વને લઈને બજારમાં રોનક, પરતું વેપારીઓનો માહોલ નરમ
સ્વૈચ્છિક રીતે રોજા રાખવાનો નિર્ણય: આ બાળકોની માતા રેહાના વસીમે પણ ETV ભારતની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પરિવારના વડીલો રમજાન માસ નિમિત્તે રોજા રાખે છે ત્યારે અમારા આ નાના બાળકોને પણ અમારામાંથી પ્રેરણા મળતા તેઓએ પોતાના સ્વૈચ્છિક રીતે રોજા રાખવાનો નિર્ણય કરતા અમને પણ ખૂબ આનંદ થયો. અમારા આ બંને બાળકોને અમે પણ ખુશી-ખુશી રોજા રખાવ્યા હતા. આ નાના બાળકોએ રોજા રાખેલ હતા તે દરમિયાન કોઇપણ પ્રકારના જીદ તોફાન કે પછી દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ખાવા-પીવાની માંગણી પણ નથી કરી જેથી અમોને પણ અમારા બાળકોના રોજા રાખવાના કામથી ખૂબ આનંદ થયો છે તેવું બાળકની માતાએ જણાવ્યું છે. આવતા વર્ષોની અંદર તેઓ કાયમી આ પ્રકારના રોજા રાખી દુઆ કરે અને અલ્લાહ તેમને તોફીક આપે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે
પ્રેરણા સ્વરૂપ કાર્ય: વર્તમાન સમયની અંદર મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આ રમજાન માસ નિમિત્તે મુસ્લિમ સૌ કોઈ લોકો રોજા રાખી અને દુઆ કરતા હોય છે. રમજાન દરમિયાન રોઝા રાખનાર વ્યક્તિઓ વહેલી સવારથી નિશ્ચિત સમયે રોજો રાખી દે છે અને સાંજના સમયે તેમના નિશ્ચિત સમયે રોજો ખોલી નાખતા હોય છે. આ કામગીરીથી પ્રભાવિત થઈ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વેપારીના બે ફૂલ જેવા બાળકોએ પણ આવા ઉનાળાના સમયની અંદર પણ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી અને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું હોય તેવું પરિવારના સભ્યોએ જણાવ્યું છે. આ રમઝાન માસ હાલની પરિસ્થિતિમાં ઉનાળા માસ દરમિયાન આવ્યો છે. ઉનાળામાં લોકો પાણી પીધા વગર પણ નથી રહી શકતા ત્યારે આવા સમયે આ નાના ફૂલ જેવા બાળકોએ રોજા રાખી સૌ કોઈ મોટા વ્યક્તિઓને પણ પ્રેરણા સ્વરૂપ કાર્ય કરી બતાવ્યું છે.