ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, વાસી બટાકા ચટણી સહિત અખાદ્ય પદાર્થો મળ્યાં, ક્યાં થઇ કાર્યવાહી જૂઓ - ફૂડ સ્ટોલ

રંગીલા રાજકોટવાસીઓને ખાણીપીણીનો ભારે શોખ જોવા મળે છે ત્યારે વરસાદની ઋતુમાં બહાર ખાવાના ચટાકા લેવા જાય ત્યારે આ માહિતી અવશ્ય લઇને જાય કે ક્યાં કેવું ભોજન મળી રહ્યું છે. રાજકોટ કોરપોરેશન આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહીમાં શહેરના વિવિધ ફૂડ સ્ટોલ પર કેવું ભોજન મળ્યું તે જાણો.

Rajkot News : રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, વાસી બટાકા ચટણી સહિત અખાદ્ય પદાર્થો મળ્યાં, ક્યાં થઇ કાર્યવાહી જૂઓ

author img

By

Published : Jul 15, 2023, 2:55 PM IST

રાજકોટ : આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યાં છે. એવામાં તહેવારો દરમિયાન રાજકોટવાસીઓને આરોગ્યસપ્રદ ખોરાક મળી રહે તે માટે મહાનરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સત્તત દરોડા પાડવામાં આવી થયા છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે શહેરના રાજનગર ચોક અને નંદનવન મેઇન રોડ સહિતના વિસ્તારોમાં આવેલ ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

અખાદ્ય પદાર્થનો જથ્થો મળ્યો : આ દરોડાઓમાં અનેક ખાણીપીણીની દુકાનોમાંથી વાસી બટાકા અને ચટણીનો જથ્થો સહિતનો અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને ફૂડ વિભાગ દ્વારા આ દુકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગના દરોડાને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ગઇકાલે ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના રાજનગર મેઇન રોડ તથા નંદનવન મેઇન રોડથી 80 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ખાદ્ય ચીજોના કુલ 12 નમૂનાની ફૂડ સેફ્ટી ઓન વાન દ્વારા સ્થળ પર ચકાસણી કરાઇ હતી. જેમાં જાનકી ફૂડ કોર્નરમાંથી વાસી અખાદ્ય બટેટાનો મસાલો 5 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. શ્રી દ્વારકેશ ડેરી ફાર્મ -5 લિટર વાસી અખાદ્ય પેપ્સી કોલાનો નાશ તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના અપાઈ હતી. ચટપટ્ટા ફૂડ ઝોન -5 કિ.ગ્રા. વાસી અખાદ્ય ભાતનો અને 1 કિ.ગ્રા. આજીનો મોટો મળીને કુલ 6 કિ.ગ્રા સ્થળ પર નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી...(ડો. જયેશ વાંકાની, આરોગ્ય વિભાગના અધિકારી)

લાયસન્સ બાબતે નોટિસ : રાજકોટ કોર્પોરેશન દ્વારા લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અળગ અળગ કારણોસર અલગ અલગ ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ખોડિયાર નાસ્તા હાઉસ-લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ,અફાર પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શ્રી નાથજી ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ, રજવાડી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, આઇસ્ક્રીમ & કેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના,શ્રી નાથજી ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ન્યુ સંતોષ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ, તથા દેવ ફાસ્ટફૂડ,બાલાજી સોપારી આશાપુરા ફરસાણ, બેક & ટેક મહાવીર કોલ્ડ્રિંક્સ, શ્રી રમ જનરલ સ્ટોર્સ & આઇસ્ક્રીમ, જય હો કાઠિયાવાડી રેસ્ટરોરેન્ટ , સરદાર રેસ્ટરોરેન્ટ, લીંબુ સોડા & આઇસ્ક્રીમ, ફેશ કોલ્ડ્રિંક્સ, પટેલ ફાસ્ટફૂડ, પાર્થવિ સોડા સોફટી, રાજ ભેળની ચકાસણી કરવામાં આવી હતી.

શંકાસ્પદ પદાર્થોના નમૂના લેવાયા : રાજકોટ કોર્પોરેશન આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યાં હતાં જેમાં 1. મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- દેવ ફાસ્ટફૂડ, સર્વોતમ પેલેસ, બ્રીજવિહાર 80 ફૂટ વાવડી, 2.સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- જાનકી ફૂડ કોર્નર, નંદનવન રોડ, સંસ્કાર સીટી પાછળ, કે.કે પાર્ક, મૈત્રી કોમ્પ્લેક્ષ, 3.ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ- ખોડિયાર ફરસાણ, નંદનવન રોડ, સંસ્કાર સીટી પાછળ, કે.કે પાર્ક, મૈત્રી કોમ્પ્લેક્ષ અને 4.કુશલી પાસ્તા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- વિલિયમ જોન્સ પીઝા, એચ. આર. સન્સ, 80 ફૂટ રોડ, સોરઠીયાવાડી પાસે, રાજકોટનો સમાવેશ થાય છે.

  1. Rajkot News : રાજકોટમાં રસ્તાઓ પર પડેલા ખાડા તાત્કાલિક પૂરવાની આમણે આપી ખાતરી
  2. Rajkot Crime : રાજકોટમાં ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ, એસઓજીએ કેટલો જથ્થો જપ્ત કર્યો જાણો
  3. Rajkot News: સાડીની દુકાનમાં મહિલાઓની કળા CCTV માં કેદ, દુપટ્ટાની ચોરી કરતો વીડિયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.