ETV Bharat / state

Rajkot Crime : કિરણ પટેલ કેસ પાર્ટ ટુ, IAS અધિકારીના નામે છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો

રાજકોટમાં કારખાનાદારને ક્લાસ વન અધિકારીને ઓળખ આપીને એક શખ્સે 1 કરોડની છેતરપિંડી આચરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ છેતરપિંડી કરનાર શખ્સને વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જુઓ.

નRajkot Crime : કિરણ પટેલ કેસ પાર્ટ ટુ, IAS અધિકારીના નામે છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો
Rajkot Crime : કિરણ પટેલ કેસ પાર્ટ ટુ, IAS અધિકારીના નામે છેતરપિંડી આચરનારો શખ્સ ઝડપાયો
author img

By

Published : Apr 22, 2023, 5:03 PM IST

ક્લાસ વન અધિકારીની ઓળખ આપી એક શખ્સે 1 કરોડથી વધુની આંચરી છેતરપિડી

રાજકોટ : તાજેતરમાં જ કિરણ પટેલના કારનામાં દેશભરમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે કિરણ પટેલ જેવો જ એક શખ્સ રાજકોટમાંથી ઝડપાયો છે. રાજકોટના અલ્પેશ બાવનજીભાઈ નારિયા નામના કારખાનેદારને આ શખ્સ દ્વારા ક્લાસ 1 અધિકારીની સ્વાંગ રચીને બોગસ સરકારી અધિકારી તરીકેના પત્રો અને હુકમો બનાવીને તેની પાસેથી 1 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. જ્યારે આ શખ્સે કારખાનેદારને પોતે IAS અધિકારી તરીકે સેન્ટ્રલ આઇબીમાં ડેપ્યુટી ડાયરેકટર છે તેવી ઓળખાણ આપીને આ આખું કૌભાંડ આચર્યું હતું. તેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા ખાતે રહેતા હિતેશ પ્રવીણ ચંદ્ર ઠાકરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Loan Frauds: લૉન અપાવવાના બહાને પૈસા લઈ ઠગાઈ કરતી મહિલા ગેંગ ઝડપાઈ

શું છે સમગ્ર મામલો : આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 14મી એપ્રિલ 2023ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આ મામલે ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વ્યક્તિ પોતાને IASનો અધિકારી છે તેવી ઓળખાણ આપી છે. આઇબીમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે અને હાલમાં તે ડેપ્રેશન પર છે. તેવી મોટી મોટી વાતો કરીને આ ગુનાના ફરિયાદી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ આ ફરિયાદીના વધુ સંપર્કમાં આવીને ફરિયાદીને અલગ અલગ પ્રલભોનો આપ્યા હતા. જેમાં અલગ અલગ જિલ્લાની ખરાબાની સરકારી જમીન તને અપાવીશ. આ સાથે જ ફરિયાદીને હાલમાં કોપર વાયરનો બિઝનેસ છે, ત્યારે આ અંગે હિતેશ ઠાકર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, હું તમને સરકારી કોન્ટ્રાક્ટ અપાવીશ. જે મામલે ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા અને શખ્સને તેમની સાથે છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો : Bribe Case: 39 લાખના સોનાના બિસ્કિટની છેતરપિંડી કેસમાં 7મો આરોપી ઝડપાયો

1 કરોડથી વધુની છેતરપિંડી કરી : જ્યારે હિતેશ ઠાકરે આ ગુનાના ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે અંદાજે 1 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકારનો ગુનો રાજકોટમાં બન્યો હોવાની પોલીસ ફરિયાદ થતા પોલીસ દ્વારા તાત્કાલિક આ મામલે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના એક બાદ એક કારનામા બહાર આવી રહ્યા છે. એવામાં રાજકોટમાંથી પણ કિરણ પટેલ જેવો મહાઠગ ઝડપાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા હાલ આ આરોપી હિતેશ ઠાકરને પકડી પાડીને આ મામલે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. જેમાં આગામી દિવસોમાં આ આરોપીના વધુ કારનામા બહાર આવે તેવી શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.