ETV Bharat / state

Rajkot News: રાજકોટમાંથી વધુ એક વખત 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

રાજકોટમાંથી વધુ એક વખત 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું હતું. યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપાઈ જતા પોલીસ દ્વારા તેની આખરી પૂછપરછ કરવામાં આવી છે કે તે આ ડ્રગ્સનો જથ્થો કયા વિસ્તારમાંથી લાવ્યો હતો અને છેલ્લા કેટલા સમયથી તે આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલો છે. અત્યાર સુધીમાં તે કોને કોને આપવામાં આવ્યો છે. આ તમામ દીશામાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

Rajkot News: રાજકોટમાંથી વધુ એક વખત 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
Rajkot News: રાજકોટમાંથી વધુ એક વખત 14.39 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
author img

By

Published : Jul 8, 2023, 1:14 PM IST

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટનું યુવાધન જાણે નશાના રવાડે ચડ્યું હોય તેમ શહેરમાં નશીલા પદાર્થો ઝડપાવાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી વધુ એક વખત મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ ઝડપાયું છે. મિક તપાસમાં સામે આવ્યું છે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલો વિવેક અતુલભાઇ નાગર નામના શખ્સ અગાઉ પણ અલગ અલગ પોલીસ ગુનામાં સોંડોવાયેલો છે.

વધુ તપાસ શરૂ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

" રાજકોટ એસઓજીની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શહેરના જામનગર રોડ ઉપર આવેલા એસઆરપી કેમ્પ નજીક રાજરત્ન રેસિડેન્સી ખાતે એક મકાનમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે જેના આધારે એસોજીની ટીમે અહીંયા દરોડો પાડ્યો હતો અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. એસોજીએ આ વિસ્તારમાંથી વિવેક અતુલભાઇ નાગર નામના શખ્સ પાસેથી 14.39 ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. " --પોલીસ સુત્રો

પોલીસ ગુનામાં સોંડોવાયેલો: પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલો વિવેક અતુલભાઇ નાગર નામના શખ્સ અગાઉ પણ અલગ અલગ પોલીસ ગુનામાં સોંડોવાયેલો છે. જ્યારે તેની ઉપર અગાઉ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં, તેમજ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને યુનિવર્સિટી પોલીસ મથકમાં એમ ત્રણ જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ શખ્સ મૂળ મોરબી જિલ્લાનો વતની છે અને રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાડે રહેતો હતો. જ્યારે આ ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત 1 લાખ 43 હજાર કરતાં વધુ થવા પામી રહી છે. હવે આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે .જેના આધારે યુનિવર્સિટી પોલીસે દ્વારા વધુ તપાસ શરૂ કરી રહી છે.

  1. Rajkot-Ahmedabad Highway: કૃષિપ્રધાનનું નિવેદન, તારીખમાં ફેરફાર કરવો પડે
  2. Rajkot News : MPમાં ભાજપ સરકાર બહેનોને સહાય આપે છે, ગુજરાતમાં કેમ નહીં, રેશમાં પટેલે લખ્યો CMને પત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.