ETV Bharat / state

રાજકોટના દેવચડી ગામે દરગાહના મુંજાવર પર જીવલેણ હુમલો

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડી ગામે આવેલા ગેબનશાહ પીરની દરગાહમાં છેલ્લી ત્રણ પેઢીથી સેવા પૂજા કરતા મુંજાવર પર ચાર શખ્સોએ ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી.

rajkot
author img

By

Published : Jul 13, 2019, 10:19 PM IST

ગોંડલ તાલુકાના દેવચડી ગામે આવેલી ગેબનશાહ પીરની દરગાહમાં છેલ્લી ત્રણ પેઢીથી સેવા પૂજા કરતા અને મુંજાવર તરીકે જાણીતા ધીરુભાઈ ઘોણીયા પર કેશવાળા ગામના શનિ મકવાણા, મહેશ મકવાણા તેમજ બે અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમાં તેમને ગંભીર ઇજા થવા પામી હતી. બાદમાં સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા PSI જાડેજા તેમજ બીટ જમાદાર ડી. યુ. જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, શનિ મકવાણાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને સામાપક્ષ વાળા સાથે ધીરુભાઈને સમાધાન કરાવી આપવા અવારનવાર દબાણ કરતો હતો પરંતુ તેનું સમાધાન કરાવી ન આપવાના લીધે હુમલો કર્યાનું બહાર આવ્યું હતું.

Intro:ગોંડલ તાલુકાના દેવચડી ગામે આવેલ ગેબનશાહ પીરની દરગાહમાં છેલ્લી ત્રણ પેઢીથી સેવા પૂજા કરતા અને મુંજાવર તરીકે જાણીતા ધીરુભાઈ કરમશીભાઇ ઘોણીયા (ઉંમર વર્ષ 50) પર કેશવાળા ગામના શનિ મકવાણા, મહેશ મકવાણા તેમજ બે અજાણ્યા શખ્સોએ ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા થવા પામી હતી બાદમાં સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ જાડેજા તેમજ બીટ જમાદાર ડી યુ જાડેજાએ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે શનિ મકવાણાએ પ્રેમ લગ્ન કર્યા હોય અને સામા પક્ષ વાળા સાથે મુંજાવર ધીરુભાઈને સમાધાન કરાવી આપવા અવારનવાર દબાણ કરતો હતો પરંતુ તેનું સમાધાન ધીરુભાઈએ કરાવી ન આપતા હુમલો કર્યાનું બહાર આવ્યું હતું.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.