રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મોટાપ્રમાણમાં દબાણોને લઇને નાગરિકોની હેરાનગતિનો પાર નથી. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો મોટા પ્રમાણમાં થઈ ગયા છે. જેને લઈને હવે રાજકોટ મહાનગરપાલિકા કડક પગલાં ભરવા જઇ રહી છે.
પુષ્કરધામ મેઇન રોડથી દબાણ હટાવ કામગીરી રાજકોટ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો અને રસ્તા ઉપર થયેલા દબાણ અને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના પુષ્કરધામ મેઇન રોડ ખાતે આ કામગીરી કરવામાં આવી હતી અને રસ્તા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ કોર્પોરેશન ટીપી શાખા સાથે અન્ય શાખાના અધિકારીઓ પણ કામગીરી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો Rajkot Vaccination: આતુરતાનો અંત, કોવિશિલ્ડના 6500 ડોઝ બનશે સુરક્ષાકવચ
ટીપી શાખાની કામગીરી રાજકોટમાં રસ્તાઓ પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવાના આ દોરમાં ટીપી શાખાની કામગીરી વધુ મહત્ત્વની છે. છેલ્લા બે મહિનાથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મોટાભાગના કામો પેન્ડિંગ રહ્યા હતા. ત્યારે હવે ચૂંટણી પૂરી થતાં રાજકોટ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા ફરી હરકતમાં આવ્યું છે.
કયા દબાણો હટાવાઇ રહ્યાં છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો કર્યા હોય, જેવા કે છાપરા નાખ્યા હોય, પાર્કિંગમાં દબાણ કર્યું હોય, રસ્તા પણ દબાણ કર્યા હોય આ તમામ બાંધકામો અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામોને પણ કોર્પોરેશન દ્વારા તોડવાની પણ કામગીરી કરાઈ રહી છે. એવામાં આજથી કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દર અઠવાડિયે એક રોડની પસંદગી કરીને ત્યાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો રાજકોટમાં 50 કરોડના પ્લોટ પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
24 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા રાજકોટ કોર્પોરેશન દ્વારા આજે શહેરના પુષ્કળ ધામ ખાતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ કોર્પોરેશન ટીપી શાખાના અધિકારી એમ ડી સાગઠિયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત આજે ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં પુષ્કરધામ મેઇન રોડને પસંદ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં રાજકોટ કોર્પોરેશનની તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત છે. જે દરમિયાન વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડીંગોમાં જે પાર્કિંગોમાં દબાણ કરવામાં આવ્યા હતા તેવા 24 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આવી રીતે કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં વન વીક વન રોડ અંતર્ગત દર મંગળવારે આ પ્રકારની કામગીરી કરવામાં આવશે.