રાજકોટઃ રાજકોટમાં બે દિવસ પહેલા એક યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે થોરાળા પોલીસ દ્વારા 8 આરોપીઓને પકડી પડકામાં આવ્યા છે. જ્યારે મૃતક યુવાન સિદ્ધાર્થ જીવનભાઈ મકવાણા અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો ચાલતો હતો. જે મામલે આ યુવાનની હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનાને લઈને પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો
પકડી રાખ્યો હતો: આ અંગે DCP સજ્જન સિંહ પરમારે જણાવ્યું હતું કે, થોરાળા વિસ્તારમાં આંબેડકરનગર નજીક બે દિવસ પહેલા રાતના સમયે સિદ્ધાર્થ મકવાણા નામનો યુવક ઉભો હતો. તે દરમિયાન 8 જેટલા ઈસમો કાર અને બાઇક સાથે આવ્યા હતા. તેમજ સિદ્ધાર્થને કહ્યું હતું કે તને અહીં ઉભો રહેવાની ના પાડી છે છતાં કેમ ઉભો રહે છે ત્યારબાદ ઈસમોએ સિદ્ધાર્થનો મિત્ર ક્યાં છે તેમ પૂછીને તેના પર હુમલો કર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ અહીંથી ભાગ્યો ત્યારે ચોકમાં તેનો પીછો કરી ઈસમો દ્વારા સિદ્ધાર્થને પકડવામાં આવ્યો હતો અને બે શખ્સોએ સિદ્ધાર્થ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.
આ પણ વાંચો Rajkot Murder Case: જુગારની રમત બાબતે યુવાને હથિયારના ઘા મારી કરાય હત્યા
આરોપીઓ ઝડપાયા: ઝડપાયેલા આરોપીમાં મોહિત ઉર્ફે બન્ની સુરેશ પરમાર, ધર્મેશ ઉર્ફે ધમો કાના ગોહેલ, ઉર્ફે કાળુ રવજી મૂછડિયા,ગોપાલ ઘેલા ગોહેલ, જગદીશ ઉર્ફે ભમો પુંજા ગોહેલ, મયૂર ઉર્ફે એમ.ડી. વિનોદ દાફડા તેમજ એક બાળ આરોપી સહિત કુલ 8 શખ્સોનો સમાવેશ થાય છે. જ્યારે હત્યાના આરોપીઓ ઝડપાઇ જતા પોલીસ દ્વારા હવે આ મામલે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઈસમોએ અંગત અદાવતમાં સિદ્ધાર્થ મકવાણા નામના યુવાનની જાહેરમ જ હત્યા કરતા વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો છે.