- સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જીતેન્દ્ર બધેલ રાજકોટના પ્રવાસ પર
- સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા કોંગ્રેસ ફુલ મુડમાં
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 1500થી વધુ કાર્યકર્તાઓ જોડાયા
રાજકોટઃ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જીતેન્દ્ર બધેલ રાજકોટના પ્રવાસ પર છે. જેની આગેવાનીમાં રાજકોટમાં મનપાની ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોની યાદી બનાવવાની પ્રક્રિયા શરૂ છે. તેમજ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. એવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અંદાજીત 1500થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસના જોડાયા હતા. જેમને બધેલજીએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.
સૌરાષ્ટ્ર કચ્છના 1500થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
આગામી દિવસોમાં રાજ્યમાં તાલુકા, જિલ્લા અને છ જેટલી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો હાલ ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. એવામાં રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોંગી કાર્યકર્તાઓ, નેતાઓ અને સ્થાનિક નેતાઓ સાથે સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી જીતેન્દ્ર બધેલે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જોડાનાર સભ્યોને પણ ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાંથી અંદાજીત 1500થી વધુ નામાંકિત સભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા.