ETV Bharat / state

રાજકોટ પોલીસે 1587 વાહનો કર્યા ડિટેઇન, 923ની ધરપકડ - રાજકોટ પોલીસ ન્યુઝ

રાજકોટ પોલીસ દ્વારા 706 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જ્યારે 923 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા 1587 વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે.

rajkot
rajkot
author img

By

Published : Apr 6, 2020, 8:23 PM IST

રાજકોટ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના હાહાકારને પગલે ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉન સમયે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ રાજકોટ પોલીસે લાલઆંખ કરી છે.

જેમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં રાજકોટ પોલીસ દ્વારા 706 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જ્યારે 923 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા 1587 વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ દ્વારા રાજકોટની સરહદ પર 10 ચેકપોસ્ટ અને આંતરિક 41 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

હાલ રાજકોટમાં 115 જેટલા પોલીસ અધિકારીઓ અને 1700 જેટલા પોલીસ કર્મીઓ, 400 હોમગાર્ડ, 250 GRD, 454 જેટલા ટ્રાફિક વોર્ડન ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 7 દિવસથી એક પણ કોરોનાનો દર્દી નવો જોવા મળ્યો નથી. જ્યારે 10 કોરોનાના દર્દીમાંથી 3ને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. એટલે કે રાજોતમાં 3 કોરોનાના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હાલ રાજકોટના 7 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે મોરબી જિલ્લાનો પણ એક દર્દી રાજકોટમાં સારવાર લઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.