રાજકોટઃ કાળા નાણાંને બહાર લાવવા ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા અનેક મોટા વેપારીઓ, કારખાનેદાર, નેતાઓની પ્રોપર્ટી પર રેઇડ પાડવામાં આવતી હોય છે અને કરચોરી કરતા લોકોને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે, રાજકોટમાં ઈન્કમટેક્ષ ઓફિસર જ લાંચ લેતા ઝડપાયા હતા. મૌલેશ મહેતા નામના ઈન્કમટેક્ષ અધિકારી રૂપિયા 15 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડયા હતા.
આ ઈન્કમટેક્ષ ઓફિસરે અરજદાર પાસે વર્ષ 2011ના12 ઇન્કમટેક્સ રિટર્નની ક્વેરી અંગેના રૂપિયા 20 હજારની લાંચની માગણી કરી હતી. જોકે અરજદારને રૂપિયા ન આપવા હોય તે માટે એસીબીમાં અરજી કરી હતી. જેમાં 15 હજાર લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડયા હતા. રાજકોટમાં ઇન્કમટેક્ષના કલાસ 2 અધિકારી લાંચ લેતાં ઝડપાતા અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.