- ગોંડલમાં પત્નીની હત્યા કરવાના પ્રયાસમાં આરોપી પતિને 10 વર્ષની સજા
- આરોપી પતિ સેશન્સ કોર્ટમાં દોષી સાબિત થતા 10 વર્ષની સજા થઈ
- આરોપી પતિએ છરી સાથે ઘસી આવી પીઠના ભાગે છરી મારી હતી
રાજકોટઃ ગોંડલમાં 10 વર્ષ પહેલા મામાના ઘરે રોકાયેલી પત્નીને તેના પતિએ પીઠના ભાગે છરીનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો સેશન્સ કોર્ટમાં ગયો હતો. આથી કોર્ટે આરોપી પતિને 10 વર્ષની સજા ફટકારી હતી.
સરકારી વકીલની દલીલને ધ્યાનમાં લઈ આરોપીને સજા
આ અંગેની વિગત એવી છે કે, આબેદા સરફરાઝ તેરવાડિયા પર તેનો પતિ સરફરાઝ ચારિત્ર્યની શંકા કરતો હોવાથી તેઓ દસ વર્ષ પહેલા મામાના ઘરે રોકાવા જતા રહ્યા હતા. ત્યારે સરફરાઝે છરી સાથે અહીં પહોંચી પત્ની પર હુમલો કર્યો હતો, જેથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગેનો કેસ ગોંડલની કોર્ટમાં ચાલી રહ્યો હતો. કોર્ટે સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાની દલીલોને ધ્યાને લઈ આરોપી પતિને ગુનામાં તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.