ETV Bharat / state

Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા - monsoon news

રાજકોટમાં છેલ્લા બે દિવસથી આવી રહેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં આવેલા કાગદડી ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. ગામમાં વરસાદને પગલે અંદાજીત 150 જેટલા પશુઓ તણાયા હતા અને 25 જેટલા વીજળીના પોલ પણ ધરાશાયી થયા હતા. વરસાદના કારણે ભારે તબાહી

Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા
Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયાGujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા
author img

By

Published : Jul 27, 2021, 2:33 PM IST

  • રાજકોટના કાગદડીમાં વરસાદના કારણે ભારે તબાહી
  • 150 પશુઓ તણાયા અને અમુક વિસ્તારમાં વિજપોલ પણ ધરાસાઈ
  • 25 જેટલા વીજળ પોલ ધરાશાયી થયા

રાજકોટ: રાજકોટમાં છેલ્લા બે દિવસથી આવી રહેલા ભારે વરસાદને પગલે ગ્રામ્ય પંથકમાં આવેલા કાગદડી ગામમાં ભારે તારાજી સર્જાઈ છે. ગામમાં વરસાદને પગલે અંદાજીત 150 જેટલા પશુઓ તણાયા હતા. જ્યારે 25 જેટલા વીજળીના પોલ પણ પડી ભાગ્યા છે. ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે સાંજે આવેલા ભારે વરસાદને પગલે આ તારાજી સર્જાઈ છે. જેમાં પશુઓ તણાયા છે અને તેમનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે ખેડૂતોના ખેતરમાં પાક પણ આ પાણીના પ્રવાહમાં ધોવાયા છે. રાજકોટના ગ્રામ્ય પંથમાં ભારે વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે. તેના તબાહીને લઇને તાત્કાલિક પીજીવીસીએલ અને ખેતીવાડી અધિકારીઓ ગામમાં પહોંચ્યા હતા. આજે તે વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો.

Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા

આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

150 પશુઓ તણાયા, 25 વિજપોલ ધરાસાઈ

રાજકોટ જિલ્લામાં શનિવાર અને રવિવાર એમ બે દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે ભારે વરસાદને પગલે શહેરમાં અંદાજિત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે રાજકોટ નજીક આવેલા કાગદડી ગામમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ભારે વરસાદના કારણે ગામમાં મોટી તારાજી સર્જાઈ હતી. જેમાં 150 જેટલા પશુઓ તણાઈ ગયા છે. જ્યારે અનેક વીજપોલ પણ ધરાસાઈ થયા હતા.ખેતરમાં પાકને પણ ભારે નુકસાન થયું હતું. જ્યારે ગ્રામજનો પણ આ ભારે વરસાદની તારાજીને કારણે ડરી ગયા હતા.

ગામમાં 10થી 12 ઈંચ વરસાદ પડ્યો: સરપંચ

કાગદડી ગામના સરપંચ દેવ કોરડીયાએ જણાવ્યું હતું કે, રવિવારના 4 થી 6 દરમિયાન માત્ર 2 કલાકમાં જ 10થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જે દરમિયાન 150થી વધુ પશુઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. જેનો હજુ સુધી કોઇ પત્તો નથી. જ્યારે 20થી 25 જેટલા વીજપોલ પણ ધરાશાયી થયા છે. તેમજ ગામમાં આવેલા ખેતરોમાં પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે, ત્યારે ગામમાં ભારે તારાજી સર્જાઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કાગડીના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી

ગામના વડીલોએ કહ્યું પ્રથમ વખત આવો વરસાદ જોયો

ભારે વરસાદને કારણે ગ્રામજનોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ગામના વડીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો વરસાદ તેમણે જોયો છે. જેમાં ભારે તારાજી સર્જાઇ છે, ત્યારે અત્યાર સુધીમાં આ પ્રકારે કાગદડીમાં કોઈ દિવસ વરસાદ આવ્યો નથી. હાલ ભારે વરસાદને પગલે ગામમાં તંત્રની ટીમ પહોંચી છે. તેમજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે ગામમાં કેટલી તારાજી સર્જાય છે તેની પણ જાણકારી તંત્ર દ્વારા મેળવવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.