માળિયાનાજુનેદભાઈ જેડાને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ ઈ ચલણ ૨૬-૦૧-૧૯ના રોજ મળ્યા બાદ ફેબ્રુઆરી માસઅને માર્ચ માસસહીત કુલ ચાર ઈ ચલણ તેમને મળ્યા છે. જો કે ઈ ચલણ જનરેટ થવામાં છબરડા કરવામાંઆવ્યા છે. કારણકે માળીયાના વાહનચાલકના જણાવ્યા અનુસાર ઈ ચલણ સાથે જે ફોટો જોડવામાં આવ્યો છે તે કોઈ મહિલા એકટીવા ચલાવી રહી છે અને જે નંબર તેના સ્કૂટરમાં છે તે જ નંબર અરજદારના સાઈન મોટરસાયકલનો નંબર છે. વધુમાં અરજદારે જણાવ્યું છે કે તેને આજદિન સુધી તેનું મોટરસાયકલ સાઈન કોઈ દિવસ રાજકોટ લઈને ગયા નથી છતાં ઈ ચલણ તેના નામે મોકલવામાં આવ્યા છે.
જેથી આ મામલે કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ કમિશ્નર કચેરી, રાજકોટને લેખિત રજૂઆત કરીને આ મામલે યોગ્ય કરવામાંગ કરી છે. રાજકોટ શહેરમાં CCTVકેમેરા મૂકી દેવામાં આવ્યા છે અને ઈ ચલણ જનરેટ કરીને કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. જો કે ઈ ચલણમાં ભારે છબરડા પણ પ્રકાશમાં આવી રહ્યા છે.જે અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને નિર્દોષ વાહનચાલકો નદંડાય તેની તકેદારી રાખવી જરૂરી બને છે.