ETV Bharat / state

રાજકોટમાંથી કોરોનાના 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા, કુલ 93 કેસ થયા - કોરોના પોઝિટિવ

રાજકોટ માટે એક સારા સમાચાર છે. રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલ 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયેલા દર્દીની સંખ્યા 72 સુધી પહોંચી છે. જ્યારે 5 દર્દીઓ હાલ પણ સારવાર હેઠળ છે.

Rajkot
રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલ 11 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ
author img

By

Published : May 24, 2020, 8:42 PM IST

રાજકોટ : આજની વાત કરવામાં આવે તો રાજકોટમાં ત્રણ જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટના કોરોના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ અંકુર સોસાયટીના 25 વર્ષના એક પુરુષ દર્દીની સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આટકોટના એક માતા અને તેના 13 વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિવાર અમદાવાદના નિકોલમાંથી ચાર દિવસ અગાઉ જ આટકોટ ખાતે આવ્યો છે. જેને લઈને રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 14 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં 79 કેસ સામે આવ્યા છે.

આ સાથે જ રાજકોટ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 93એ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં બે દર્દીના મોત થયા છે. જેમાં એક રાજકોટ શહેર અને એક રાજકોટ ગ્રામ્યના દર્દીનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.