ETV Bharat / state

ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગને ક્યારે મળશે પાયાની સુવિધાઓ ??? - plastic industry

રાજકોટઃજિલ્લાના ધોરાજી શહેરની જીવાદોરી સમાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પ્લાસ્ટિક ઉદ્યોગની અનેક વર્ષો જૂની માંગો આજે પણ સંતોષાતી નથી. ત્યારે ધોરાજી શહેરમાં ભારતભરમાંથી આવતા પ્લાસ્ટિકને વેસ્ટમાંથી રીસાઈક્લીંગ કરીને દોરી,દોરડા,પ્લાસ્ટિકની પાઈપ સહિતની અનેક વસ્તુઓ બનાવવાના 400 કરતા વધુ કારખાનાઓ આવેલા છે.ત્યારે ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ સ્થાનિક નગરપાલિકા પાસે રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની અનેક પ્રાથમિક જરૂરિયાતની માંગ કરી રહ્યાં છે.

rjt
author img

By

Published : Jun 17, 2019, 3:04 PM IST

પ્લાસ્ટિકના ઉદ્યોગપતિઓની સ્થાનિક નગરપાલિકા પાસે રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની અનેક પ્રાથમિક જરૂરિયાતની માંગણી કરી રહયા છે પરંતુ પાલિકા સતાધીશોના આંખ આડા કાન કરી રહયા છે.તો, બીજી તરફ gst જેવાં કરવેરાએ આ પ્લાસ્ટિક ઉદ્યોગોને ભાંગી પાડયા છે.ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ GSTમાં રાહત,ઉદ્યોગને લગતી સબસીડી, બેંક લોન અને સરકાર દ્વારા પ્લાસ્ટિક ઝોન સ્થાપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગને ક્યારે મળશે પાયાની સુવિધાઓ ???

એક બાજું વડાપ્રધાન સ્વચ્છ ભારતની ચળવળ ચલાવી રહ્યા છે.ત્યારે ભારતભરમાંથી કચરો વીણીને પોતાનુ ગુજરાન ચલાવતા લોકો દ્વારા પ્લાસ્ટીકનો કચરો એકઠો કરવામાં આવે છે અને હજારો ટન કચરો ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનાઓમાં ઠલવાઈ રહ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટને ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોમાં રીસાઈક્લીંગ કરીને પ્લાસ્ટિક વિસ્તુઓ બનાવે છે.ત્યારે સરકારે પણ જો સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવું જ હોય તો ધોરાજીના આ પ્લાસ્ટિકના ઉદ્યોગને પ્રોત્સાહન આપીને ઉદ્યોગપતિ ઓની માંગો સંતોષવી જોઈએ . હવે જોવાનું એ રહયુ કે સરકાર ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની માંગ ક્યારે સંતોષશે છે.

Intro:એન્કર :- ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની રોડ રસ્તા,પાણી,ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી લઈને પ્લાસ્ટિક ઝોન બનાવવા સુધીની માંગ ક્યારે સંતોષાશે.

વીઓ :- રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની જીવાદોરી સમાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા પ્લાસ્ટિક ઉદ્યોગની અનેક વર્ષો જૂની માંગો આજે પણ સંતોષાતી નથી.ત્યારે વાત કરીએ ધોરાજી શહેરની તો ધોરાજી શહેરમાં ભારતભરમાંથી આવતા પ્લાસ્ટિક વેસ્ટમાંથી રીસાઈક્લીંગ કરીને દોરી,દોરડા,પ્લાસ્ટિકની પાઈપ સહિતની અનેક વસ્તુઓ બનાવવાના 400/-કરતાં વધું કારખાનાઓ આવેલા છે.ત્યારે ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ સ્થાનિક નગરપાલિકા પાસે રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની અનેક પ્રાથમિક જરૂરિયાત મુજબની સુવિધાઓની માંગ કરી રહ્યાં છે પરંતુ પ્લાસ્ટિકના ઉદ્યોગપતિઓની માંગ પાલિકા સતાધીશોના બહેરા કાને અથડાઈ  રહી છે તો બીજી જીએસટી જેવાં કરવેરાએ આ પ્લાસ્ટિક ઉદ્યોગની કેડ ભાંગી નાખી છે. જેમને લઈને ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગપતિઓ જીએસટીમાં રાહત,ઉદ્યોગને લગતી સબસીડી, બેંક લોન અને સરકાર દ્વારા પ્લાસ્ટિક ઝોન સ્થાપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે એક બાજું આપણાં પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતની ચળવળ ચલાવી રહ્યા છે.ત્યારે ભારતભરમાંથી કચરો વીણીને પેટીયું રળતા લોકો દ્વારા એકઠો કરવામાં આવતાં પ્લાસ્ટિક વેસ્ટનો હજારો ટન કચરો ધોરાજીના પ્લાસ્ટિકના કારખાનાઓમાં ઠલવાઈ રહ્યો છે આ પ્લાસ્ટિક વેસ્ટને ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોમાં રીસાઈક્લીંગ કરીને પ્લાસ્ટિક વિસ્તુઓ બનાવે છે.ત્યારે સરકારે પણ જો સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવું જ હોય તો ધોરાજીના આ પ્લાસ્ટિકના ઉદ્યોગને પ્રોત્સાહન આપીને ઉદ્યોગપતિ ઓની માંગો સંતોષવી જોઈએ પરંતુ સરકાર ધોરાજીના પ્લાસ્ટિક  ઉદ્યોગની માંગ ક્યારે સંતોષશે એ જોવાનું રહ્યું.

Body:બાઈટ :- દલસુખ વાગડીયા (પ્રમુખ,પ્લાસ્ટિક ઉદ્યોગ એશોસીયેશન - ધોરાજી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.