ETV Bharat / state

વિક્રમ સંવતની ચાર નવરાત્રી પૈકી પોષ મહિનામાં આવતી 'શાકંભરી નવરાત્રી', જાણો તેનું આગવું ધાર્મિક મહત્વ - SHAKAMBHARI NAVRATRI

વિક્રમ સંવતના વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓ શક્તિ સ્વરૂપમાં જગદંબાને અર્પણ કરવામાં આવે છે.

પોષ મહિનામાં આવે છે શાકંભરી નવરાત્રી
પોષ મહિનામાં આવે છે શાકંભરી નવરાત્રી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 12 hours ago

જૂનાગઢ: વિક્રમ સંવતના વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. જેમાં પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ હોય છે. વિક્રમ સંવતના વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓ શક્તિ સ્વરૂપમાં જગદંબાને અર્પણ કરવામાં આવે છે. શાકંભરી નવરાત્રીની ધાર્મિક કથા પણ માતા પાર્વતી સાથે જોડાયેલી છે, જેમાં લીલા શાકભાજીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

વિક્રમ સંવંતના વર્ષમાં આવતી શાકંભરી નવરાત્રી: વિક્રમ સંવતના વર્ષમાં ચાર નવરાત્રીનું ખૂબ ધાર્મિક મહત્વ છે. ચૈત્રી શારદીય માઘ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીઓનું તપ, પૂજા, અનુષ્ઠાન અને ગરબા માટે વિશેષ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાં જગદંબા સાથે જોડાયેલી છે. પરંતુ આ ચારેય નવરાત્રીના ઉત્સવ અલગ અલગ વર્ણવવામાં આવ્યા છે. જે પૈકી ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને તપ, જાપ અને અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ માનવામાં આવી છે. અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રીનેમાં જગદંબાની કઠોર સાધના માટે વિશેષ માનવામાં આવે છે.

પોષ મહિનામાં આવે છે શાકંભરી નવરાત્રી (Etv Bharat Gujarat)

શારદીય નવરાત્રી કે જે ચોમાસા બાદના સમયમાં આવતી હોય છે તેમાં ગરબા રમવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. તેમજ માઘ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રીમાં લીલા શાકભાજી આરોગવાની પણ એક વિશેષ પરંપરા સનાતન કાળથી ચાલી આવે છે. વિક્રમ સંવતના વર્ષમાં આવતી તમામ નવરાત્રીઓ શક્તિ સ્વરૂપામાં જગદંબા સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુ દ્વારા માતા પાર્વતીના દેહના ટુકડા કરવામાં આવ્યા હતા, જે દરમિયાન જ્યાં માતા પાર્વતીનું મસ્ત પડ્યું હતું ત્યાં માતાજી શાકંભરી શક્તિપીઠના રૂપમાં પૂજાઈ રહ્યા છે.

પોષ મહિનામાં આવે છે શાકંભરી નવરાત્રી
પોષ મહિનામાં આવે છે શાકંભરી નવરાત્રી (Etv Bharat Gujarat)

શાકંભરી નવરાત્રી મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર: વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રી પૈકી શાકંભરી નવરાત્રીમાં કોઈ વિશેષ આયોજન થતું નથી, પરંતુ આ સમય દરમિયાન શક્તિ સ્વરૂપામાં જગદંબાની લીલા શાકભાજી અર્પણ કરવાની એક વિશેષ પરંપરા છે. જેથી તે હિન્દુ ધર્મના એક મહત્વના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. શાકંભરીને માતા દુર્ગાદેવીના સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. શાકંભરી નવરાત્રીના સમય દરમિયાન દુર્ગાએ દુર્ગમસુર નામના અસુર પર વિજય મેળવ્યો હતો, જેની યાદમાં શાકંભરી નવરાત્રી મનાવવામાં આવે છે. શાકંભરી નવરાત્રીનો તહેવાર વિક્રમ સંવતના કેલેન્ડર વર્ષમાં પોષ મહિના દરમિયાન એટલે કે ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં આવતો હોય છે. આ દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા અને શાકંભરી દેવી સમક્ષ પ્રાર્થના પણ કરતા હોય છે.

શાકંભરી નવરાત્રીનું છે આગવું ધાર્મિક મહત્વ
શાકંભરી નવરાત્રીનું છે આગવું ધાર્મિક મહત્વ (Etv Bharat Gujarat)

શાકંભરી દેવીની પૂજા કરવાથી મળતા પુણ્ય: શાકંભરી નવરાત્રી પોષ મહિનાની આઠમથી લઈને પૂનમ સુધી મનાવવામાં આવે છે. નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન કોઈપણ માઈભક્ત દ્વારા જગદંબાની પૂજા કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ થાય છે અને સાથે સાથે તે જ્ઞાન તરફ આગળ વધતો જોવા મળે છે. શાકંભરી દેવીને રક્ષણ કરનારા દેવી તરીકે પણ માનવામાં આવે છે, જેથી આ નવરાત્રી દરમિયાન માતાનું પૂજન કરવાથી તે કોઈ પણ વ્યક્તિને નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ આપે છે.

વધુમાં લીલા શાકભાજીના પ્રતિક રૂપે માનવામાં આવતી આ નવરાત્રી કોઈપણ વ્યક્તિની સમૃદ્ધિ સૌભાગ્ય સાથે પણ જોડાયેલી છે. શાકંભરી નવરાત્રી ન માત્ર ગુજરાત પરંતુ ભારતના વિવિધ ભાગોમાં પણ મનાવવામાં આવે છે. જેથી શાકંભરી નવરાત્રીને નારી શક્તિના ઉત્સવ તરીકે પણ જોવામાં આવે છે. નવરાત્રી દરમિયાનમાં જગદંબાના આશીર્વાદ મેળવવાના એક અવસર રૂપે પણ શાકંભરી નવરાત્રી આવતી હોય છે.

આ પણ વાંચો:

  1. ડાકોર ખાતે ધનુર્માસમાં રાજાધિરાજ રણછોડરાયને કેમ રોજ ધરાવાય છે ખીચડીનો ભોગ, જાણો
  2. 11 જાન્યુઆરીથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025, આ હશે મુખ્ય આકર્ષણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.