ભાવનગર: આરટીઓ દ્વારા નવા વાહનોની ખરીદી કરનાર વાહન માલિકોને ફેન્સી નંબર લેવા માટેની તારીખો જાહેર કરી છે. આરટીઓ વિભાગે ઓનલાઈન ફેન્સી નંબર લેવા માટે સંપૂર્ણ વિગતો પૂરી પાડી છે. જો કે ફેન્સી નંબર લેવા માટેની ઓનલાઈન પ્રક્રિયાને પણ આરટીઓ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જો તમે નવું વાહન લીધું હોય અને ફેન્સી નંબર લેવો હોય તો થઈ જાવ તૈયાર કારણ કે ખૂબ જ ટૂંકા દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની છે.
ભારત અને ગુજરાતમાં તહેવારોના સમયમાં નવા વાહનો અને નવી ચીજ વસ્તુઓની ખરીદી થતી હોય છે, ત્યારે ગુજરાતમાં નવા વાહનોની તહેવારમાં ખરીદી થયા બાદ વાહનના ફેન્સી નંબર લેવાની પણ એક હોડ લાગે છે. હાલમાં આરટીઓ વિભાગ દ્વારા નવા વાહનોના ફેન્સી નંબર લેવા માટેની તારીખો જાહેર કરી દીધી છે.
ફેન્સી નમ્બર માટે તારીખો થઈ જાહેર: ભાવનગર આરટીઓ કચેરી દ્વારા બચેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોની ઓનલાઈન ઓકશન માટેની અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં અરજી કરવાની તારીખો પણ જાહેર કરાય છે. આગામી 16/1/2025 થી 18/1/2025 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. જ્યારે 18/1/2025 થી 20/1/2025 સુધી બિડીંગ કરવાનો સમય ગાળો આપવામાં આવ્યો છે. આમ નવા વાહનો માટે અરજી કરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
નવા વાહનો માટેની સીરીઝ પણ કરાઈ જાહેર: ભાવનગર આરટીઓ કચેરી દ્વારા વાહન માલિકોને નંબરોને સિરીઝ પણ જાણ હેતુ જાહેર કરાય છે. જેમાં ટ્રાન્સપોર્ટ વાહનો થ્રી વ્હીલર માટેની સિરીઝ GJ -04-AX-0001 થી 9999 જાહેર કરવામાં આવી છે. જ્યારે હળવા મોટર વાહન માટે GJ -04 - EP 0001 થી 9999 જાહેર કરાય છે. જ્યારે દ્વિચક્રી વાહનો માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ - 04 - EQ 0001 થી 9999 ના બાકી બચેલા ગોલ્ડન સિલ્વર સીરીઝની નંબરની ઈ ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ક્યાં કરવાની રહેશે અરજીઓ ઓનલાઈન: ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા દર્શાવવામાં આવ્યા છે, જેમાં ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે. https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવાવો. આ માટેની વિગતવાર સૂચનાઓ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml આપેલ છે.
શુ રાખવું પડશે ખાસ ધ્યાન: RTO વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાહન ખરીદીના સાત દિવસમાં CNA ફોર્મ સાત દિવસમાં ભરવાનું રહેશે. જ્યારે હરાજીમાં સફળ થતાં શખ્સે પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં નાણાં નહીં ચૂકવાય તો ભરેલી મૂળ રકમ જપ્ત થશે અને નંબરની ફરી વખત હરાજી કરવામાં આવશે. જો કે ઓનલાઈન ઓકશન પ્રક્રિયા દરમિયાન ચૂકવણા વખતે આરબીઆઈ દ્વારા નક્કી કરેલ દર ચૂકવવાના રહેશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને પાંચ દિવસમાં SMS અને EMAILથી જાણ કરવામાં આવશે અને હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત આપવામાં આવશે.
આ પણ વાંચો: