રાજકોટઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનવણી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોર્ટે આ જામીન અરજીને ફગાવી છે. જેના કારણે દેવાયત ખવડને આગામી દિવસોમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.
કોણ છે દેવાયત ખવડ?: દેવાયત ખવડનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દુધઈ ગામના રહેવાસી છે. તમને જણાવી દઇએ કે કે તેમના પિતા દાનભાઈ ખવડ સિમેન્ટના પિપ બનાવવાના ઉદ્યોગમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. થોડા વર્ષો પહેલા તેમનું અવસાન થઇ ગયું છે. પરંતુ દેવાયત ખવડને ડાયરાની દુનિયા બતાવનાર અને લાવનાર તેના મામા છે. દેવાયત ખવડને પહેલીથી જ ગાવાનું પસંદ હતું. થોડા સમય પહેલા સરકારના માહિતીખાતા તરફથી દુરદર્શન અને આકાશવાણીના સહયોગ સાથે ઊગતા કલાકારો માટે ત્રણ દિવસની શિબિર રાખવામાં આવતી હતી. જે વાતની ખબર દેવાયત ખવડ પડી અને પોતાના મામાને વાત કરી હતી. આ સમયે તેમણે આ હરિફાઇમાં ભાગ લીધો હતો. ત્યારથી થઇ મજૂરના દીકરાથી લઇને લોકસાહિત્યકારની સફર.
આ પણ વાંચો Rajkot Crime: ખાનગી કંપની સાથે કરોડોની છેતરપિંડી કરે તે પહેલા ઝડપાયો મિસ્ટર નટવરલાલ
કાર્યક્રમ યોજવા માટે માંગ્યા હતા જામીન: દેવાયત ખવડ દ્વારા અગાઉ એડવાન્સ બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે અને એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેમાં 25 દિવસના જામીન આપવામાં આવે તેવી વાત મૂકવામાં આવી હતી. જોકે આ મામલે કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય લીધો હતો અને ત્યારબાદ દેવાયત ખવડની જામીન અરજીને ફગાવવામાં આવી છે. દેવાયત ખવડની જામીન અરજી ફગાવતા તેમને કાર્યક્રમ માટે એડવાન્સ લીધેલા પૈસા પરત કરવા પડશે. જેના કારણે લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડશે.
આ પણ વાંચો Cyclofun Rajkot: 10 હજારથી વધુ સાયકલીસ્ટ એ પેડલ મારીને પરસેવો પાડ્યો
યુવક પર કરવામાં આવ્યો હતો હુમલો: લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ લોકો દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક ઉપર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મયુરસિંહ રાણા નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ દેવાયત ખવડ સહિત આ ત્રણેય ઈસમો રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દેવાયત ખવડ અને તેના સાગરીતો જેલમાં છે. જ્યારે આજે દેવાયત ખવડના 25 દિવસની વચગાળાની જામીન અરજી માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.Body:દેવાયત ખવડના જામીન અરજી ફગાવાઈ, લાખ્ખો રૂપિયાનું થશે નુકશાન.