રાજકોટ: રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave of the Corona) દરમિયાન પોઝિટિવ કેસની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો હતો. જે રાજકોટમાં પણ દરરોજ 1 હજાર જેટલા નવા કેસ કોરોનાના (Corona Case in Rajkot) નોંધાતા હતા. જ્યારે હવે છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રાજકોટ આરોગ્ય તંત્રમાં (Rajkot Health System) પણ રાહત જોવા મળી રહી છે.
1500 જેટલા દર્દીઓ સારવાર હેઠળ
કોરોનાની ત્રીજી લહેરમાં એકા એક કોરોનાના નવા કેસનો રાફડો જોવા મળ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના (Rajkot Corona Update) કેસ વધ્યા હતા. જ્યારે જે પણ કેસ આવતા હતા. તે તમામ દર્દીઓમાં કોરોનાના માઈલ્ડ લક્ષણો જોવા મળ્યા હતા અને મોટાભાગના દર્દીઓએ પોતાના ઘરે જ સારવાર લીધી હતી. હાલમાં રાજકોટમાં અંદાજીત 1578 જેટલા દર્દીઓ જ સારવાર હેઠળ છે. જ્યારે આ દર્દીઓમાં મોટાભાગના દર્દીઓ હાલ પણ ઘરે જ હોમકોરોન્ટાઇન છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, છેલ્લા 24 કલાકમાં 2502 કેસ, 28 લોકોના થયા મૃત્યુ
અત્યાર સુધીમાં 63144 કેસ પોઝિટિવ આવ્યા
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 63144 પોઝિટિવ કેસ (Corona Positive Case in Rajkot) નોંધાયા છે. જેમાંથી 61026 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1693591 જેટલા લોકોના કોરોનાના ટેસ્ટિંગ (Testing of Corona in Rajkot) કરવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ રેઈટ 3.73 ટકા નોંધાઈ છે. જેની સામે રિકવરી રેટ 96.64 ટકા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હવે કોરોનાના કેસ ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યા છે.