શિશુઓના મોત મામલે કોંગ્રેસ દ્વારા રવિવારે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જે મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટ કે.ડી ચિલ્ડ્રન્સ હોસ્પિટલની પ્રથમ મુલાકાત કરી હતી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલની ગેટની સામે જ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું.
આ કાર્યક્રમમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આગામી 10 જાન્યુઆરીના રોજ યોજાનાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા બાળકોના મોત મામલે જવાબ માંગવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શહેરમાં બાળકોના કેટલા મોત થયા છે. તે અંગેની માહિતી એકઠી કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 111 શિશુઓના મોતનો મામલો સામે આવતા ભાજપ- કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપબાજી શરૂ કરવામાં આવી છે.